તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE અંતર્ગત આવકનો દાખલો કઢાવવા ધસારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના નર્મદા ભુવન ખાતેના જન સેવા કેન્દ્ર ખાતે બુધવારના રોજ લોકોની ભારે ભીડ જામી હતી.

આવકના દાખલા માટે લાઈનોમાં ઊભા રહેલા વાલીઓ રોષે ભરાયા
જનસેવા કેન્દ્રમાં ધસારાને પગલે 2 કાઉન્ટરનો વધારો
સિટી રિપોર્ટર | વડોદરા

રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ) હેઠળ સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે આવકના દાખલો કઢાવવા માટે 10 એપ્રિલના રોજ આશરે 1000 વાલીઓ નર્મદાભુવન સ્થિત જનસેવા કેન્દ્રમાં પહોચી ગયા હતાં. જનસેવા કેન્દ્રમાં વાલીઓના ધસારાના કારણે અસુવિધા ઉત્પન્ન થતા હોબાળો પણ થયો હતો. જોકે જનસેવા કેન્દ્રના કર્મચારીઓ દ્વારા બુધવારના રોજ કુલ 785 આવકના દાખલા કાઢી આપ્યાં હતાં.

રાજ્ય સરકાર દ્વારા આરટીઈ હેઠળ સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટેની કાર્યવાહીની છેલ્લી મુદત 15 એપ્રિલ આપી છે. 5 એપ્રિલના રોજ કરાયેલી ઘોષણા બાદ આરટીઈ હેઠળ સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે જરૂર પડતા આવકનો દાખલો મેળવવા વડોદરા શહેર-તાલુકામાં રહેતા વાલીઓ મોટી સંખ્યામાં જનસેવા કેન્દ્રમાં આવી રહ્યાં છે. 10 એપ્રિલના રોજ જનસેવા કેન્દ્રમાં વાલીઓનો ભારે ઘસારો થતા અવ્યવસ્થા સર્જાઈ હતી.

જેના કારણે વાલીઓએ હોબાળો પણ કર્યો હતો. સવારે 9 વાગ્યાથી આવકનો દાખલો મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેલા વાલીઓએ કાર્યવાહી ઝડપથી ન થતા રોષે ભરાયા હતા. જ્યારે જનસેવા કેન્દ્રમાં કર્મચારીઓની અછત તેમજ ધીમી ગતીએ કામ ચાલતુ હોવાની પણ વાલીઓએ બુમો પાડી હતી.

જનસેવા કેન્દ્રમાં કેટલીક સુવિધા ઊભી કરાઇ
800 હાલ એક દિવસમાં આવકના દાખલા મેળવવા માટે અરજીઓ આવે છે.

બુધવારે 1078 અરજીનો નિકાલ કરાયો
આવકનો દાખલો મેળવવા માટે રોજે રોજ વાલીઓનો ઘસારો જનસેવા કેન્દ્ર પર થઈ રહ્યો છે. જેના કારણે જનસેવા કેન્દ્રમાં 5 માંથી 8 કાઉન્ટર કરી દેવામાં આવ્યાં છે. 10 એપ્રિલના રોજ કુલ 1078 અરજીઓ આવી હતી,જેમાંથી 785 અરજીઓ આવકના દાખલાની હતી. આ તમામ અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. ચૈતન્ય તલાટી, મેનેજર, જનસેવા કેન્દ્ર

24 જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ

8 જનસેવા કેન્દ્રમાં વાલીઓના ધસારાને પહોચી વળવા ઉપયોગમાં લેવાતા કાઉન્ટર

2 જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર

અન્ય સમાચારો પણ છે...