તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Rs Threats Of Acid Attack On A Trader39s Daughter If She Does Not Give 5 Lakhs 080103

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂા. 5 લાખ ન આપે તો વેપારીની દીકરી પર અેસિડ અેટેકની ધમકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મકરપુરા વિસ્તારમાં વેપાર કરતા વૃદ્ધની દીકરીઓ પર અેસિડ અેટેકની ધમકી સાથે રૂ. 5 લાખની માગણી કરનારા મધ્યપ્રદેશના આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી વેપારીની દુકાનના તાળામાં ચિઠ્ઠીઓ ભેરવીને રૂપિયાની માગણી કરતો હતો. કુલ ત્રણ ચિઠ્ઠીઓ લખ્યા બાદ આખરે વેપારીઅે વોચ ગોઠવી આરોપીને ઓળખી જતાં પોલીસ ફરિયાદ કરી હતી.

મકરપુરા પોલીસના જણાવ્યા અનુસાર, અેરફોર્સ સ્ટેશન પાસેની નંદનધામ સોસાયટીમાં રહેતા વસંતભાઈ પટેલ (ઉં.વ.66) પ્રોવિઝન સ્ટોર ચલાવીને વેપાર કરે છે. વસંતભાઈ 10 જાન્યુઆરીના રોજ સવારે સાડા સાત વાગે દુકાન ખોલવા ગયા હતા ત્યારે દુકાનના તાળા ઉપર અેક ચિઠ્ઠી ફસાયેલી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, જયશ્રી કૃષ્ણ, સીધી વાત. મેં પહેલાં તમને રૂપિયાનો ઇન્તઝામ કરવા કીધું હતું ,લાગે છે કે તમને તમારી ફેમિલીથી વધારે પૈસા વ્હાલા છે. મારો લેટર મળ્યો હતો તોપણ તમે મન પર નથી લીધું. પણ ચોખ્ખી વાત, રૂ.5 લાખ તૈયાર રાખજો,અે પણ બે દિવસના અંદર.તમારી બંને છોકરીઓને કંઈ પણ કરી શકું છું, અેસિડ પણ નાખી શકુ છું. જો કોઈને કીધું છે તો અેમની આખી જિંદગી પણ ખરાબ થઈ શકે છે. પૈસાનો ઇન્તઝામ કંઈ પણ કરી બે દિવસમાં થઈ જવો જોઈઅે. અને ઇન્તઝામ થઈ જાય તો ઘરની બહાર સફેદ રૂમાલ ટંગાવી દેજો.જે બાદ હું જણાવીશ કે રૂપિયા ક્યાં અને કેવી રીતે આપવાના છે.’ આ ચિઠ્ઠી વાંચીને વસંતભાઈને તેમની સાથે કોઈ મશ્કરી કરતું હોય તેવું લાગતાં તેઓઅે રાતે દુકાન બંધ કરીને ઘરે પત્ની સાથે આ ચિઠ્ઠીની વાત કરી હતી. જ્યારે ચિઠ્ઠીમાં જણાવ્યા મુજબ વસંતભાઈઅે પોતાના ઘરની બહાર સફેદ રૂમાલ બાંધી દીધો હતો. બીજા દિવસે 11 જાન્યુઆરીના રોજ વસંતભાઈ નિયમ મુજબ સવારે સાડા સાત વાગે દુકાન પર જતાં તાળા પર વધુ અેક ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે, સફેદ રૂમાલ જોયો છે, અને હું કહું ત્યારે રૂપિયા ક્યાં અને કેવી રીતે આપવાના છે. સોમવારે જણાવીશ.ત્યાં સુધી રૂમાલ ટીંગાવી રાખજો.’બીજી ચિઠ્ઠી વાંચીને વસંતભાઈઅે ગભરાઈ જઈને પોતાના ભત્રીજાઓને આ ચિઠ્ઠી વંચાવી હતી. જ્યારે આ ચિઠ્ઠી કોણ મૂકી જાય છે,તે જાણવા વેપારી અને તેમના ભત્રીજાઓઅે મોડી રાત સુધી વોચ રાખી હતી. 13 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગે વેપારીની દુકાન પાસે મહોમ્મદસમીમ અનવર મન્સુરી (રહે-પાવનધામ સોસાયટી,મકરપુરા) તાળામાં ચિઠ્ઠી ભરાવતો જોવા મળ્યો હતો. મહોમ્મદ સમીમ મન્સુરી વેપારીના મકાનમાં બે માસ અગાઉ ભાડેથી રહેતો હતો. આ વ્યક્તિ ચિઠ્ઠી ભરાવી પોતાના મકાનમાં ચાલ્યા ગયા બાદ વેપારીઅે ચિઠ્ઠી વાંચતાં તેમાં લખ્યું હતું કે, ગાડીની ડિકીમાં રૂપિયા મૂકી, ગાડી દુકાન પાસે ઉભી રાખજો.ચિઠ્ઠી વાંચી વસંતભાઈઅે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ધંધામાં ખોટ જતાં વેપારી પાસે ખંડણી માગી
 આરોપી મહોમ્મદ મન્સુરી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. જ્યારે બે મહિના પહેલાં વેપારીના મકાનમાં તે ભાડેથી રહેતો હતો. જ્યારે આરોપીને ધંધામાં ખોટ જતાં તેણે વેપારી પાસેથી ખંડણી ઉઘરાવવા તેની દુકાનના તાળામાં ચિઠ્ઠીઓ મૂકીને ખંડણી માગતો હતો. આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આર.અે.પટેલ,પીઆઇ,મકરપુરા પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો