તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂા. 5.50 લાખના વ્યાજની ઉઘરાણી કરી યુવાનને ફટકાર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાવપુરા જીપીઓ પાસે સારંગ એપાર્ટમેન્ટમાં રહેતા વૈભવ રજનીકાંત શાહે રાવપુરા પોલીસને જણાવ્યું હતું કે કાપડી પોળમાં આવેલ તેની માસીની દુકાનમાં તે બેઠો હતો ત્યારે તેના પુત્રનો ફોન આવ્યો હતો. પુત્રએ તેને જણાવ્યું હતું કે સાત જણા ઘેર આવ્યા છે, આ શખ્સો પૈકી જાવેદ પરમાર, મહેન્દ્રસિંહ ચૌહાણ અને મુસા સોલંકી ભાવનગરના રુવા ગામના હતા. વૈભવે જાવેદ પાસેથી દોઢ વર્ષ પહેલાં શેરબજારના કામે 20 ટકાના વ્યાજ સાથે 4.50 લાખ લીધા હતા જેને તે દર મહિને 1 લાખ વ્યાજ પેટે આપતો હતો. આ ઉપરાંત મહેન્દ્રસિંહ પાસેથી પણ 20 ટકાના વ્યાજે 1 લાખ લીધા હતા અને તેને તે દર અઠવાડિયે વ્યાજ પેટે 5 હજાર આપે છે પણ આ મહિનાના પૈસા આપી ના શકતાં આ શખ્સોએ વૈભવની માસીના ઘેર આવી ઝઘડો કર્યો હતો અને વૈભવને ગડદાપાટુનો માર માર્યો હતો. એક શખ્સે વૈભવને ચપ્પુ બતાવી પૈસા આપી દે નહીંતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. વૈભવે પોલીસને ફોન કરતાં આ શખ્સ ભાગી છૂટ્યા હતા. રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો