તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Rs Against Deepak Nitrate39s Former Manager 370 Crores Damages Claim 075113

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપક નાઇટ્રેટની પૂર્વ મેનેજર સામે રૂા. 370 કરોડની નુકસાનીનો દાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડોદરાની જાણીતી કેમિકલ કંપની દીપક નાઇટ્રેટે તેની એક પૂર્વ મેનેજર મહિલા કર્મી સામે સ્થાનિક કોર્ટમાં રૂ. 370 કરોડની નુકસાનીનો દાવો કર્યો છે. આ દાવામાં દીપક નાઈટ્રેટે પૂર્વ મહિલા મેનેજર પર નોકરી છોડતા અગાઉ કંપનીના મહત્વના ડેટા ચોરી કરવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, પૂર્વ મેનેજર ગુરૂગ્રામની જે કંપનીમાં જોડાઈ છે તે હરીફ કંપની સંખ્યાબંધ જીબી સેન્સિટિવ ડેટા ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ પણ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. દીપક નાઈટ્રેટના સત્તાવાર સૂત્રોએ આ પ્રકારનો કોર્ટ કેસ કર્યાની વાતનું ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતમાં સમર્થન કર્યું છે.

કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપક નાઇટ્રેટે આ અંગે વડોદરાની સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયું છે કે, કંપનીમાં નોકરી કરતી પૂર્વ મહિલા મેનેજરે તેમના કાર્યકાળ દરમિયાન કંપની પ્રોડક્ટ્સના ભાવ, રિપોર્ટ, પ્રોડક્ટ્સ, પ્રોડક્ટ રેસિપી સહિતનો સંખ્યાબંધ જીબી ડેટા ચોરી કરી લીધો હતો. આ કંપનીમાંથી 10 જાન્યુઆરીએ નોકરી છોડ્યા બાદ તેઓ ગુરૂગ્રામ સ્થિત હરીફ કંપનીમાં જોડાયા હતા. જો કે, તેમણે દીપક નાઇટ્રેટ કંપનીનો ડેટા ઇ-મેઇલ ઉપર ટ્રાન્સફર કર્યો હતો.

કંપનીએ તેઓના ધારાશાસ્ત્રી જયદીપ વર્મા દ્વારા પૂર્વ મેનેજર સામે સ્થાનિક એડિશનલ સિનિયર સિવિલ જજ વી.આર. ચૌધરીની કોર્ટમાં રૂ. 370 કરોડનો નુકસાનીનો દાવો કર્યો છે.

દાવામાં પૂર્વ મેનેજરે નોકરી છોડતાં પહેલાં કંપની પ્રોડક્ટ્સના ભાવ, રિપોર્ટ, પ્રોડક્ટ્સ, પ્રોડક્ટ રેસિપી સહિતનો સંખ્યાબંધ જીબી ડેટા હરીફ કંપનીમાં ટ્રાન્સફર કર્યાંનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂર્વ મેનેજર સામે કોર્ટમાં કરવામાં આવેલા દાવાની સુનાવણી આગામી 30 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

દાવાની વધુ સુનાવણી 30 માર્ચના રોજ હાથ ધરાશે

ગુરુગ્રામની હરીફ કંપનીમાં ડેટા ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો