- Gujarati News
- National
- Vadodara News Rs 80 Thousand Fraud By Saying That An Offer Has Been Made In A Hair Product 075535
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હેર પ્રોડકટમાં ઓફર આવી હોવાનું જણાવી રૂા.80 હજારની છેતરપિંડી
જાણીતી ઓનલાઇન સેલ કરતી વેબસાઇટમાંથી બોલું છું તેમ કહી સસ્તામાં હેર પ્રોડકટ આપવાનું જણાવી અંકોડીયા ગામની મહિલાને ફોન કરનારી બે યુવતીઓએ મહિલા પાસેથી ડેબીટ કાર્ડ નંબર માંગ્યા બાદ ચાર વખત ઓટીપી મેળવી મહિલાના બેંક ખાતામાંથી 80 હજાર ઉપાડી લીધા હતા.
અંકોડીયાની ખુશ્બુ પટેલ નામની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમણે એકાદ બે વર્ષ પહેલા ઓનલાઇન સેલીંગ કરતી Home shop 18 વેબસાઇટ પરથી કેટલીક ચીજો મંગાવી હતી. ત્યારબાદ ગત 24 ઓકટોબરે એક યુવતીનો તેમને ફોન આવ્યો હતો અને તેણે હું આ વેબસાઇટમાંથી બોલું છું તેમ જણાવી હેર પ્રોડકટમાં ઓફર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અન્ય એક નંબર પરથી અંકીતા નામની યુવતીએ તેમને ફોન કર્યો હતો અને પ્રોડકટનો ફોટો મોકલ્યો હતો. મહિલાએ આ પ્રોડકટ લેવામાં રસ દર્શાવતાં અંકીતાએ તેમને ડેબીટ કાર્ડ નંબર માંગ્યો હતો, જેથી મહિલાએ કાર્ડ નંબર આપ્યો હતો. ત્યારબાગ તેણે મહિલાને એક કોડ આવશે તેમ જણાવી ઓટીપી માંગતા મહિલાએ ઓટીપી આપ્યો હતો. આ ઓટીપી ખોટો હોવાનું જણાવીને અંકીતાએ મહિલા પાસેથી ચાર અલગ અલગ ઓટીપી મેળવ્યા હતા ત્યારબાદ તેણે ફોન કટ કરી દીધો હતો.થોડા સમયમાં મોબાઇલ પર મેસેજ આવતા મહિલાને જાણ થઇ હતી કે તેમના બેંક ખાતામાંથી 20 હજારના ચાર ટ્રાંજેકશન થયા હતા અને 80 હજાર ઉપડી ગયા હતા. તપાસમાં મોબીક્વીક એપ્લીકેશન પરથી પૈસા ડેબિટ થયાનું જણાતા તેમના પતિએ મોબીક્વીકમાં ઓનલાઇન ફરિયાદ કરી હતી પણ ફરિયાદનું નિરાકરણ કરાયું ન હતું. તાલુકા પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી.