તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં 6 કરોડ અને સરથાણાથી 2.75 કરોડની GST ચોરી પકડાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેવન્યુ રિપોર્ટર.સુરત | ડીજીજીઆઇ (ડીરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ) દ્વારા વાપીની સર્વિસ પ્રોવાઇડ એજન્સી અને સરથાણા જકાતનાકા ખાતે આવેલી કન્સ્ટ્રકશન કંપની પર દરોડા પાડીને રૂપિયા 8.25 કરોડની ટેક્સચોરી ઝડપી પાડી હતી. ગુરુવારે જ એક ટીમે ટેક્સટાઇલ માર્કેટની બે પેઢી પર દરોડા પાડીને રૂપિયા પાંચ કરોડની જીએસટી ચોરી ઝડપી હતી.

બંને ઠેકાણેથી 8.75 કરોડની ટેક્સચોરી મળી, ડોક્યુમેન્ટ જપ્ત
મળતી માહિતી મુજબ, ડીજીજીઆઇની સ્થાનિક ટીમ દ્વારા એડિશનલ ડાયરેક્ટર જનરલ કે.પી. સિંઘની નિગરાની હેઠળ, સરથાણા જકાતનાકા ખાતેના દીપકમલ કોમર્શિયલ હબમાં ઓફિસ ધરાવતા પરમ કન્સ્ટ્રકશન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે કન્સ્ટ્રકશન કંપની બીજી પાર્ટીઓ પાસે જીએસટી વસુલતું હતું. પરંતુ જેટલું ઉઘરાવ્યું હોય તેટલો ટેક્સ ભરતી નહતી. હિસાબી ચોપડા ચકાસતા અધિકારીઓએ રૂપિયા 20 કરોડનું ટ્રાન્ઝેકશન શોધી કાઢ્યું હતું. જેની પર 2.75 કરોડની જીએસટી ચોરી સામે આવી હતી.

વાપીની નિશા ઇન્ડસ્ટ્રિયલ પ્રાઇવેટ લિમીટેડને ત્યાં દરોડા પાડયા હતા. તપાસ દરમિયાન સિક્યુરિટી સર્વિસની ઓફિસમાંથી ઢગલાબંધ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા જેના પ્રાથમિક અનુમાન મુજબ રૂપિયા છ કરોડની ટેક્સચોરી ઝડપી પાડી હતી. સિક્યુરિટી સર્વિસના માલિકો દ્વારા આગામી સમયમાં બાકી ટેક્સ ભરી દેવાની તૈયારી પણ બતાવી હતી.

કોટ વિસ્તાર હવે નિશાના પર
ડીજીજીઆઇ અને સીજીએસટીની બોગસ બિલિંગની તપાસમાં કોટ વિસ્તારના સમદનું નામ સામે આવ્યું છે. અધિકારીઓ તેની કુંડળી તૈયાર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જે કૌભાંડીઓએ બોગસ બિલિંગના નાણાં રીઅલ એસ્ટેટમાં રોક્યા છે તેની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેને પગલે કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...