તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજારમાં રોકાણકારોના રૂા.20 હજાર કરોડ ધોવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોરોનાવાઇરસે વિશ્વભરનાં શેરબજારોને ભરડામાં લીધાં છે અને તેની અસર ભારતીય બજાર પણ જોવા મળી રહી છે. ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સના ઇતિહાસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે 34472.5 પર ખૂલ્યો હતો. બપોરે 2 કલાકને 40 મિનિટ પર તે 3165 અંક ઘટી 32531.74 પર પહોંચ્યો હતો. તે 2919.26 અંકના ઘટાડા સાથે 32778.14 પર બંધ થયો હતો. સેન્સેક્સના અૈતિહાસિક ઘટાડામાં શહેરના રોકાણકારોના રૂ. 20 હજાર કરોડ ધોવાયા હોવાનું અનુમાન લગાડાઇ રહ્યું છે.

એક્સપર્ટ જગદીશ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુરુવારે અાંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે શેરબજાર અૈતિહાસિક નીચાણની સપાટી પર અાવી પહોંચ્યું હતું. ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતી કંપનીઓનો ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય, ચાઇનાથી દુનિયામાં ફેલાઇ રહેલો કોરોના વાઇરસ, સોનાના ભાવમાં વધારા સહિતનાકારણે શેર માર્કેટમાં કડાકો બોલ્યો હતો.

ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ જીત ઝવેરીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસના ભયને કારણે પ્રમુખ દેશો દ્વારા વિદેશીઓની અવર-જવર પર સીમિત પ્રતિબંધ મૂકવામાં અાવ્યો છે. તેની સાથે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને પગલે શેર બજારમાં નેગેટિવ અસર દેખાઇ રહી છે. વાઇરસના ભયને કારણે વૈશ્વિક સમસ્યા સર્જાઇ છે. રોકાણકારોએ વૈશ્વિક સમસ્યાઓ શાંત થવા સુધીની રાહ જોવી જોઇએ.

કોરોનાએ શેરબજારોને ભરડામાં લીધાં

વૈશ્વિક સમસ્યા શાંત થતાં સુધી રાહ જોવી હિતાવહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો