તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરસાગર નજીકનો રોડ કીચડના લીધે વાહન ચાલકો માટે જોખમી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરસાગરના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. જોકે તેની આસપાસના રોડ પર માટી અને ખાડા પડી જતાં વાહન ચાલકો માટે મુશ્કેલીભર્યું બની ગયું છે. બે દિવસથી સુરસાગર પાસેની ગટર ઉભરાતાં તેનું ગંદું પાણી માટી અને ખાડામાં ભરાઇ જતાં કાદવકીચડમાં વાહનોનાં પૈડાં ખૂંપી જવાના બનાવો બન્યા હતા.

શહેરની મધ્યમાં આવેલ સુરસાગરનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આસપાસના રોડ પર ખાડા ખોદી કાઢીને રસ્તાની હાલત બિસમાર કરી નાખવામાં આવી છે. સુરસાગર પાસે આવેલી પ્રિન્સ ટોકીઝ પાસે પુરાણના અભાવે કારનાં પૈડાં ખૂંપી ગયાં હતાં. ખાડામાં ખૂંપી ગયેલાં વાહનોને બહાર કાઢવા માચે જેસીબીની મદદ લેવાનો વારો આવ્યો હતો. શિવરાત્રીનો તહેવાર નજીક છે ત્યારે પાલિકા દ્વારા આસપાસના રોડને સમથળ બનાવાનો પ્રયાસ કરી રહી છે. જોકે રોલરનાં પૈડાં ખાડામાં ખૂંપી જવા પામ્યાં હતાં. રોલરને કાઢવા માટે પણ જેસીબીની મદદ લેવી પડી હતી.

બીજી તરફ પાલિકાએ એવો દાવો કર્યો હતો કે વીજકંપની દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં વાહનો ખૂંપી ગયાં છે. ઉલ્લેખનીય છે કે સુરસાગરની કામગીરીના પગલે છેલ્લા કેટલાય સમયથી શહેરના રસ્તાઓ પર પણ ધૂળના થર જોવા મળી રહ્યા છે.આ સંબંધમાં વારંવાર રજૂઆતો પણ કરાઈ છે.

સુરસાગર બાજુમાં આવેલ રસ્તા પર ડ્રેનેજનુ પાણી ભરાઈ જતાં રસ્તો કાદવકીચડવાળો થઈ ગયો હતો જેના પગલે વાહનો ખુપી જવાના બનાવો બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો