• Gujarati News
  • National
  • Vadodara News Rit In The High Court Against The Formation Of Committees In Dabhoi Municipality 073120

ડભોઇ પાલિકામાં સમિતિઓની રચના સામે હાઇકોર્ટમાં રીટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ નગર પાલિકામાં કોંગ્રેસ પક્ષના બે જૂથો વચ્ચે ચાલી રહેલા વિખવાદમાં એક જુથના સભ્યોએ હાલમાં કાર્યરત પાલિકામાં મુખ્ય સમિતિઓને રદ કરવા તેમજ વિખેરી નાખવાનો ઠરાવ કરી સમિતિઓની નવેસરથી રચના કરવા માટે પ્રાદેશિક કમિશનર કચેરી વડોદરા વિભાગમાં મોકલી આપેલ.જે સાથે રાજકીય દબાણ ઉભંુ થતાં હાલના કારોબારી ચેરમેન દ્વારા આ મામલે હાઇકોર્ટમાં અરજી કરાતા નામદાર કોર્ટે નગર પાલિકા ચીફ ઓફીસર, રાજ્યના નગર પાલિકા નિયામક તેમજ પ્રાદેશિક કચેરી વડોદરા ઝોનના અધિકારીને મુદ્દતે હાજર રહેવા ફરમાન થતા ચકચાર મચી જવા પામી છે.

ડભોઇ નગર પાલિકામાં કોંગ્રેસ પક્ષે થી 28 સભાસદો કુંટાયા બાદ મતભેદો ઉભા થતા બે જુથ પડી જતા એક જુથ ના 07 સભ્યો સહીત 03 અપક્ષો મળી કુલ-10 સભ્યો લોકસભા ની ચુંટણી ટાણે મુખ્યમંત્રી રુપાણી ની હાજરી મા ભાજપા મા ભળી ગયા હતા.જેઓ સામે પક્ષાંતરધારા હેઠળ પણ કેસ કરેલ હોય ત્યારે બીજીબાજુ નગરપાલિકા મા એકજુથ ના સભ્યો ની ગેરહાજરી નો લાભ ઉઠાવી સામાન્યસભા મા પાલિકા મા હાલ કાર્યરત કારોબારી સમિતિ,લીગલ સમિતિ,બાંધકામ સમિતિ સહીત ની મુખ્ય સમિતિઓ ની રચના રદ્દ કરવા,તેમજ સમિતિઓ ની નવેસર થી રચના કરવા માટેનો ઠરાવ કરી પ્રાદેશિક જોન ની કચેરી વડોદરા વિભાગ ને મોકલી આપી હુકમ કરાવવા માટે રાજકિય દબાણ પણ ઉભુ કરવા સહીત ના પેતરા રમાતા હોય બીજા જુથ ને ખબર પડતા ડભોઇ નગર પાલિકા મા હાલ ના કારોબારી ચેરમેન શુભાષભાઇ ભોજવાણી એ ગુજરાત હાઇકોર્ટ મા આ મામલે રીટ દાખલ કરતા નામદાર હાઇકોર્ટે અરજી ક્રમાંક 9053/19 થી દાખલ કરી ગુજરાત રાજ્ય નગર નિયામક,પ્રાદેશિક કમિશ્નર વડોદરા જોન,તેમજ ડભોઇ નગર પાલિકા ના મુખ્ય અધિકારી ને મુદ્દતે રુબરુ હાઇકોર્ટ મા હાજર રહેવાનુ ફરમાન થયુ હોવાનુ જાણવા મળેલ છે.ત્યારે પોતાના પક્ષે સમિતિઓ ની રચના કેમ રદ્દ કરવી અથવા નવી રચના શા માટે કરવી એ બાબતે શુ જવાબ આપે છે.તેની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...