તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાઈટ ટુ ઈટ મુવમેન્ટ : વિદ્યાર્થીઓ હેલ્થી ફૂડ જમ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાઈટ ટુ ઈટ મુવમેન્ટ : વિદ્યાર્થીઓ હેલ્થી ફૂડ જમ્યા
MSUની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિકેશન ખાતે આયોજિત સ્પેક્ટ્રમ ફિએસ્ટા ફૂડ ફેસ્ટિવલ 2019 અંતર્ગત પાંચ ડિપાર્ટમેન્ટે ભાગ લીધો હતો. જેમાં રાઈટ ટુ ઈટ મૂવમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ હેલ્થી ફૂડ જમ્યાં હતાં અને મ્યુઝિકના તાલે ઝૂમ્યાં હતાં.

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું ડિસેમ્બર 2018નું પરિણામ જાહેર
ફાઇનાન્સ હેડ બનવા સિટી ટોપરે CA-CS કર્યું
વડોદરા | ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બરમાં લેવામાં આવેલ એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ એક્ઝામના પરિણામ સોમવારે જાહેર થયું હતું, જેમાં શહેરને 6 નવા સી.એસ. મળ્યા હતા. પ્રથમ પ્રયત્ને કંપની સેક્રેટરી બનનાર રમણ પ્રજાપત અને નુઝત તાઈએ જણાવ્યું હતું કે અમે સીએ અને સીએસ સાથે એટલે કર્યું કે જેનાથી કંપનીમાં ફાઇનાન્સ અને સેક્રેટેરિયલ હેડ બની શકાય.

િવદ્યાર્થીઓને ભણતરમાં મદદ કરીશ
પ્રથમ પ્રયત્ને સીએસ થનાર રમણ પ્રજાપતે જણાવ્યું હતું કે કલાસ વગર જોબ સાથે ભણીને મને જે તકલીફ પડી છે તે બીજા િવદ્યાર્થીઓને ના પડે તે માટે િવદ્યાર્થીઓને કલાસીસ આપીશ અને કોર્પોરેટ ક્ષેત્રમાં જોબ કરીને પરીવારને આિર્થક રીતે મદદ કરીશ.

કંપનીમાં ફાઇનાન્સ હેડ બનવું છે
િસટી ટોપર નુઝત તાઇએ જણાવ્યું હતું કે સીએ અને સીએસ બંને સાથે એટલે કર્યુ કે મને કંપનીમાં ફાઇનાસન્સ અને સેક્રેટેરિયલ હેડ બનવાનું મોકો મળે મને નોવેલ અને કવિતા લખવાનો શોખ છે જે શોખને પ્રોફેશનમાં બદલીને ભવિષ્યમાં ચાલુ રાખીને પુસ્તક લખીશ.

LLB ઇન્ટિગ્રેટેડનો કોર્સ કરવો છે
એક્ઝીકયુટીવ પ્રોગ્રામના બે ગ્રૂપ પાસ કરનાર ગુંજન ભકતાનીએ જણાવ્યું હતું કે BA LLB ઇન્ટિગ્રેટેડનો કોર્સ કરી ઇન્ડસ્ટ્રીમાં નામ કરવું છે. પપ્પાનો કન્સ્ટ્રકશનનો િબઝનેસ છે. પિતાને તે બિઝનેસ આગળ વધારવા માટે તેમની કંપનીમાં CS તરીકે ફરજ િનભાવીશ.

ભાઇ અને બહેન એકસાથે પાસ થયાં
વૃિત અને િદવ્ય સુરતીએ એક સાથે એકઝી-કયુટીવ પ્રોગ્રામની પરીક્ષા પાસ કરી અને હવે ફાઇનલમાં ટોપ કોણ કરશે. તે માટે ભાઇ બહેને એક બીજાને ચેલેન્જ આપી હતી. પપ્પા ટેલરીંગનો િબઝનેસ કરે છે. તેમને ભવિષ્યમાં બાળકો સાથ આપશે.

વિદ્યાર્થીઓએ જાહેરાત બનાવી, ક્લુ શોધ્યું અને િવજેતા બન્યાં
ફાર્મસીના િવદ્યાર્થીઓ દ્વારા સિનટીલા ફેસ્ટિવલ
સિટી રિપોર્ટર | વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાર્મસી દ્વારા છેલ્લા બે વર્ષથી આયોજિત સિનટીલા ફેસ્ટિવલના ત્રીજા વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રની 20થી વધુ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટમાંથી 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સિનટીલા ઇવેન્ટ અંતર્ગત આયોજિત ફાર્માહન્ટમાં 63, ફાર્મ્યુલરીમાં 46 અને ફાર્માટોકેથોનમાં 13 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે વિશે માહિતી આપતા ફેકલ્ટી જનરલ સેક્રેટરી રોમિલ ખાનપરાએ જણાવ્યું હતું કે ફાર્મસીના વિદ્યાર્થીમાં જ્ઞાનનો સંચય થાય અને તેમનું ટેલેન્ટ બહાર આવે તે ઉદે્શથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાર્માહન્ટમાં વિદ્યાર્થીઓએ ફેકલ્ટીની અંદર છુપાયેલ ક્લુ શોધ્યા હતા જેમાં ધૈર્ય શર્મા, ફાર્મ્યુલરીમાં જાહેરાત બનાવીને તેનું વેચાણ કરી સોમ્યા નંદા, ડિબેટ અને ગ્રુપ ડિસક્શનમાં અનુક્રમે સમર સૈયદ અને નિધિ બંદા વિજેતા થયા. વિજેતાઓને વિજેતાઓને ઇનામ અને સર્ટિફિકેટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

સોશ્યલ મીડિયાનો ઉપયોગ નડતો નથી
પ્રથમ પ્રયત્ને એકઝી-કયુટીવ પ્રોગ્રામના બે ગ્રુપ સાથે પાસ કરનાર સોનીયા ઠક્કરે જણાવ્યું હતું કે અભ્યાસ સાથે સોશ્યલ મિડિયાનો ઉપયોગ ભણતરમાં નડતરરૂપ થતો નથી. આપણી એકાગ્રચિતતા જ આપણને સફળતા અપાવે છે.

ડિરેક્ટોરેટ ઓફ સ્ટુડન્ટ્સ વેલફેર દ્વારા ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજાયો
પ્રોડક્ટ ઈમાનદારીથી વેચાઈ હશે તો તે માર્કેટમાં લાંબો સમય ટકશે
સિટી રિપોર્ટર | વડોદરા

ડિરેક્ટોરેટ ઓફ સ્ટુડન્ટ્સ વેલફેર એમ.એસ.યુ. વડોદરા દ્વારા 25 તારીખને બપોરે 2.30 કલાકે લો અને એમબીએના વિદ્યાર્થીઓ માટે પરફોર્મન્સ અને પ્રોફેશનલ સ્કિલ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડાયરેકટર, એજ્યુકેટર અને કોર્પોરેટ ટ્રેનર પી.એસ.ચારીએ જણાવ્યું હતું કે વ્યવસાયિક ક્ષેત્રે લોના વિદ્યાર્થીઓએ પ્રથમ તેમના અસીલ સાથે મિત્ર તરીકે વ્યવહાર કરવો જોઈએ. તેમ કરવાથી તે હકીકતથી વાકેફ થઇ જશે અને કેસ જીતવામાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહિ કરવો પડે. તે જ રીતે એમ.બી.એ.ના વિદ્યાર્થીઓ જયારે માર્કેટમાં જાય ત્યારે તેમને ધ્યાન રાખવું જોઈએ કે કંપનીએ આ પ્રોડક્ટ કેમ બનાવી છે.

તે સમજ્યા પછી લોકોને તે પ્રોડક્ટ લેવા માટે ઈમાનદારીથી કન્વિન્સ કરવા પડશે અને એક વાર તે પ્રોડક્ટ લીધા પછી કસ્ટમર તે ફરીવાર ખરીદે અને લોકોને તે માટે પ્રોત્સાહિત કરે તે જરૂરી છે. આ કાર્યક્રમ વિશે માહિતી આપતા કો- ઓર્ડીનેટર મેહુલ લાખાણીએ જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ ઓફ સ્ટુડન્ટ્સ વેલફેર દ્વારા આ પ્રકારના કાર્યક્રમ વિવિધ ફેકલ્ટીમાં વિવિધ વિષય અને તે વિષયના એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

એજન્ટોથી દૂર રહી જર્મન જવા માટે ફક્ત એન્ટ્રન્સ એક્ઝામ આપો
MSUની આર્ટસ અને ટેકો. ફેકલ્ટી ખાતે સેમિનારનું આયોજન કરાયું
સિટી રિપોર્ટર | વડોદરા

MSUની ફેકલ્ટી ઓફ આર્ટસ અને ટેકનોલોજી અને એન્જિન્યરીંગ ખાતે યુનિનાં વિદ્યાર્થીઓને જર્મનીમાં અભ્યાસ કરવાની કેવી રીતે તક મળે તે વિષય પર ચર્ચા સત્રનું આયોજન યોજવામાં આવ્યું હતું. આ સેસનના એક્સપર્ટ જર્મન એકેડમીક એક્સચેન્જ સર્વિસના ઇન્ફોરમેશન ઓફિસર ગીરીજા જોષીએ જણાવ્યું હતું કે યુનિની કોઈ પણ ફેકલ્ટીમાંથી માસ્ટર્સ અને પી.એચ.ડીના વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ અર્થે જઈ શકે છે. તે માટે ફક્ત તેઓએ આઇ.એલ.ટી.એસ અથવા ટોફેલની પરીક્ષા આપવી પડશે. તેના પરિણામ બાદ જર્મની જવા માટે કોઇ પણ પ્રકારના એજન્ટોની જરૂર નથી. ફક્ત જર્મન એકેડમીની www.daad.de/international-programmes વેબસાઇટ પર જઇને વિદ્યાર્થી ડાયરેક્ટ અપ્લાય કરી શકે છે. પુના ખાતે આવેલ જર્મન એકેડમીક એક્સચેન્જ સર્વિસની ઓફિસ દ્વારા ગુજરાતની વિવિધ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ રિલેટેડ જરૂરી માહિતી આપીને મદદ કરવામાં આવે છે.

પ્રોફેશનલ સ્કિલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

vadodara

TUESday, 26.02.2019

જર્મનીમાં અભ્યાસ કેવી રીતે કરવો તે માટે માર્ગદર્શન લઇ રહેલ િવદ્યાર્થીઓ.

ટેક્નોલોજી ખાતે સર્જિકલ સ્ટ્રાઈક વિષય પર ટૉક
સિટી રિપોર્ટર | વડોદરા

વીર સાવરકર સ્મૃતિ કેન્દ્ર અને ઇન્સ્ટીટયુટ ઑફ લીડરશિપ એન્ડ ગવર્નન્સના સંયુક્ત ઉપક્રમે વીર સાવરકરની ૫૩મી પુણ્યતિથી નિમિત્તે સર્જિકલ સ્ટ્રાઈકના રાષ્ટ્રીય સુરક્ષાને લગતા બહુચર્ચિત વિષય પર પૂણેના નિવૃત સેના મેડલ વિભૂષિત બ્રિગેડિયર અનિલ તલવલકરનું 26 તારીખના સાંજે 6.30 વાગ્યે એમ.એસ.યુ. કલાભવન ખાતે વ્યાખ્યાયન ક્ષત્રનું આયોજન કરવામાં આવ્યું છે તેમ વીર સાવરકર સ્મૃતિ કેન્દ્રના અધ્યક્ષ અનિલ કાનીટકરે જણાવ્યું હતું.

વિષય ગત વાત કરતા નિવૃત બ્રિગેડિયર અનિલ તલવલકરે જણાવ્યું હતું કે 2018 પછી સર્જિકલ સ્ટ્રાઇક શબ્દ આવ્યો છે, જેનો લોકોને હજુ અર્થ સ્પષ્ટ થયો નથી તે સ્પષ્ટ કરવામાં આવશે.

4
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો