તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીના જગની ચોરી કરનાર રીક્ષા ચાલક પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકરપુરા જીઆઇડીસીમાં આવેલ ઓમ એન્ટરપ્રાઇઝ નામના પાણીના આરો પ્લાન્ટની બહાર મૂકેલ પાણીના જગની છેલ્લા 1 માસથી સતત ચોરી થયા બાદ તપાસમાં એક રિક્ષા ચાલક રાત્રીના સમયે રિક્ષામાં પાંચ જગ ચોરીને જતો જોવા મળતાં મકરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જીઆઇડીસીમાં ઓમ એન્ટરપ્રાઇઝ માર્કેટિંગ નામથી પાણીનો આરો પ્લાન્ટ ચલાવતા વનિતા ઉમેશ વિરાશે મકરપુરા પોલીસમાં મહેન્દ્ર નરસિંહ વાઘેલા (રહે, સોમનાથ નગર, અલવાનાકા) સામે ફરિયાદ નોંધાવી હતી કે છેલ્લા એકાદ માસથી તેમના પ્લાન્ટ ખાતે બહાર પડી રહેતા પાણીના જગ કોઇ ચોરીને લઇ જતું હોવાનું તેમના ડિલરે જણાવ્યું હતું. ગત 8 જાન્યુઆરી સામે પ્લાન્ટની બહાર મૂકેલ જગ ઓછા જણાતાં તેમણે સીસી ટીવી કેમેરામાં ચકાસતાં મહેન્દ્ર નરસિંહ વાઘેલા રાત્રીના સમયે પાણીના 5 જગ રિક્ષામાં મૂકી લઇ જતો જોવા મળ્યો હતો. મકરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...