બીસીએની 31 પોસ્ટ પૈકી 23 પર રિવાઇવલ ગ્રૂપનો દબદબો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા . બરોડા ક્રિકેટ એસોસિયેશનની શુક્વારે યોજાયેલી વિવિધ વિભાગના હોદ્દેદારોની ચૂંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખ,એપેક્ષ કાઉન્સિલ ઉપરાંત 3 મહત્ત્વની કમિટીઓમાં પણ રિવાઇવલનો દબદબો રહ્યો હતો.કુલ 31 હોદ્દા માટે થયેલી ચૂંટણીમાં રિવાઇવલના 23 અને રોયલના 8 ઉમેદવારોનો વિજય થયો હતો. ચૂંટણી જીતવા માટે રોયલ દ્વારા ખૂબ જ આક્રમક રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો પણ રિવાઇવલનો વિજય થતાં રોયલ જૂથના મોટાભાગનાં ગણિત ખોટાં સાબિત થયાં હતાં.જો કે બીસીએના સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી ઉપરાંત એપેક્ષ કાઉન્સિલમાં રોયલના બે ઉમેદવારોનો વિજય થયો હતો.જેના

એપેક્ષકમિટીની 5 બેઠક પૈકી 3 સભ્યો રિવાઇવલના, રોયલના 2
ફાઇનાન્સ કમિટીનાં પરિણામ
 હેમંત શાહ 749
 અલ્પેશ ઝવેરી 740
 અનંદ ઇન્દુલકર 707
 ભરત ખોડે 698
 અશોક જુનેજા 686
 પ્રણવ પટેલ 684
 અરવિંદ લાસુરે 675
 હેમંત ચોકસી 661
 જય પટેલ 654
 પ્રદીપ ફાળકે 636
 ગીતા ગોરડિયા 624
 શશાંક ગાંધી 606
 જયદીપ ગોર 602
 કલ્પેશ પરમાર 602
રદ મતો 156
રોયલ જૂથના અનંદ ઇન્દુલકર અને રિવાઇવલના અલ્પેશ ઝવેરી, લાસુરે, જુનેજા, ભરત ખોડે, હેમંત શાહ અને પ્રણવ પટેલ વિજેતા જાહેર કરાયા હતા.

BCAની એપેક્ષ કાઉન્સિલની આજે બેઠક
તાજેતરમાં બીસીએની ચૂંટણીમાં વિજેતા બનેલ એપેક્ષ કાઉન્સિલની બેઠક રવિવારે મળશે.જેમાં આગામી વિવિધ એજન્ડા વિશે ચર્ચા થશે. બીસીએનાં આધારભૂત સાધનોએ જણાવ્યું હતું કે ‘ રવિવાર નવરાત્રીનાે પ્રથમ દિવસ છે અને એ સાથે જ એપેક્ષ કાઉન્સિલ અને હોદ્દેદારો કામકાજ શરૂ કરશે.બીસીસીઆઇમાં પ્રતિનિધિ તરીકે કોને મોકલવા અને આગામી ઇન્ટરનેશનલ મહિલા વન-ડે સિરીઝ માટેની તૈયારી અને બીસીએનાં મહત્ત્વના કામો વિશે ચર્ચા થશે એમ જાણવા મળે છે.

ગ્રાઉન્ડ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટી
 અતુલ અમીન 740
 મેહુલ બી.પટેલ 727
 કૌશિક ભટ્ટ (એડવોકેટ) 723
 સુજીત કોરડે 711
 દક્ષેશ ગાંધી 695
 સી.વીલીયમ્સ 684
 ચંદ્રેશ પટેલ 681
 આશીષ મોદી 672
 દીપેશ શાહ 662
 દોલત થોરાત 636
 મયંક ભટ્ટ 617
 વિલાસ ઘાડગે 599
 મુકુંદ કદામકડુ 588
 મેહુલ આર.પટેલ 579
 કેતન પટેલ 115
રદ મતો 140
રોયલના કોનરાડ વિલયમ્સ ઉપરાંત રિવાઇવલના કૌશિક ભટ્ટ,અતુલ અમીન,દક્ષેશ ગાંધી, મેહુલ પટેલ અને સુજીત કોરડેનો વિજય થયો હતો.

પ્રેસ કમિટીમાં કોને કેટલા મત મળ્યા
 સત્યજીત ગાયકવાડ 789
 ચિરાગ ઝવેરી 762
 ડો.દર્શન બેન્કર 753
 ડો.રવીન્દ્ર દેસાઈ 738
 કિરણ દવે 709
 વિપુલ શાહ (ઘીયા) 709
 રાજેશ પટેલ 682
 કૈલાશ કેમકર 668
 સમીર પટેલ 649
 દીપક ઠક્કર 646
 ધર્મેન્દ્ર પટેલ 633
 નરેશ શર્મા 618
 કલ્પેશ પંચાલ 585
 પરીમલ બ્રહ્મભટ્ટ 579
રદ મતો 128
પ્રેસ કમિટીમાં રોયલના ચિરાગ ઝવેરી અને ડો.રવીન્દ્ર દેસાઈ તેમજ રિવાઇવલના ડો.દર્શન બેન્કર, કૈલાસ કેમકર, કિરણ દવે, સત્યજીત ગાયકવાડ અને વિપુલ શાહનો વિજય થયો હતો.

પેનલ મુજબ વોટિંગ ના થતાં નુકસાન
 રોયલ જૂથના ઉમેદવારો માટે પેનલ મુજબ વોટિંગ થયું ન હતું.આ ઉપરાંત એન.આર.આઇ.મતદારો પણ મોટી સંખ્યામાં વોટિંગથી વંચિત રહી ગયા હતા,જેના પગલે રોયલને 100 જેટલા મતોનું નુકસાન ગયું હતું. ક્લબ અને સ્કૂલોની મેમ્બરસિપ રદ થઇ તેનાથી પણ અમને નુકસાન થયું હતું. રદ થયેલા મતો મોટાભાગના અમારા હતા તેનાથી પણ પરિણામ પર અસર પડી હતી.ટ્રેઝરર અને ઉપપ્રમુખની બેઠક અમે ખૂબ જ ઓછા માર્જિનથી હાર્યા છીઅે. કલ્પેશ પરમાર,રોયલ જૂથ

ભાજપા-કોંગ્રેસના નેતાઓ જીતી ગયા
બીસીએની વિવિધ કમિટીઓમાં ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોનો પણ વિજય થયો હતો.જેમાં રિવાઇવલ વતી ચૂંટણી લડનારા ફાઇનાન્સ કમિટીમાં ભરત ખોડે અને કોંગ્રેસના સત્યજીત ગાયકવાડ વિજયી બન્યા હતા.સત્યજીત ગાયકવાડને પ્રેસ કમિટમાં સૌથી વધુ 789 મત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...