તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Retreat Due To Water Taxation Period For 6 Wards Is 3 Jan Extend To 081103

પાણીના લીધે પીછેહઠ : 6 વોર્ડમાં વેરાની મુદત 3 જાન્યુ. સુધી લંબાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં વેરો ભરવાની મુદત પૂરી થાય તે પહેલા પાલિકાએ તેમાં પંદર દિવસનો વધારો કરવાનો નિર્ણય લીધો છે અને તેના કારણે પાણીપિડીત નાગરિકો તા.3 જાન્યુઆરી સુધી વેરો ભરી શકશે.

વાઘોડિયારોડ, આજવા રોડ, માંજલપુર, મકરપુરા, તરસાલી, જાંબુવા, માણેજા, સોમા તળાવ, કપૂરાઇ, ડભોઇ રોડ, વાડી, ગાજરાવાડી, ન્યૂ વીઆઇપી રોડ, સરદાર એસ્ટેટ,વાઘોડિયા ડભોઇ રીંગ રોડ, બાપોદ, સયાજીપુરામાં ગંદા પાણીએ માઝા મૂકી હતી. ગંદા પાણીએ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો હતો.

ઉત્તર અને પશ્ચિમ ઝોનના વેરા બિલો પાલિકાએ સમયસર આપી દીધા હતા પરંતુ પૂર્વ અને દક્ષિણ વિસ્તારના વેરા બિલો આપવાનું ટાળ્યું હતું. જેના કારણે વહીવટી વોર્ડ નંબર 1,2,3,4,9 અને 12માં વેરા બિલો ઇસ્યુ કરાયા ન હતા. દિવાળીના તહેવાર ટાણે પાણીની સમસ્યામાં આંશિક સુધારો આવતા પાલિકાએ તિજોરી ભરવા માટે વેરા બિલો આપવાનું શરૂ કર્યુ હતુ.આ છ વોર્ડમાં વેરા બિલ ભરવાની મુદત તા.19ના રોજ પૂરી થઇ રહી છે પણ તેમાં છેલ્લી ઘડીએ વધારો કરવો પડે તેમ હોવાથી પાલિકાએ તા.19 સુધી રાહ જોવાનુ ટાળીને તેમાં પંદર દિવસનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે, આ છ વોર્ડમાં વેરા ભરવાની મુદત હવે તા.3 જાન્યુઆરી,2020 રહેશે.

અન્ય સમાચારો પણ છે...