તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Residents Of 100 Societies Including Kesarbagh Will Open A Front Against The Government 074619

કેસરબાગ સહિત 100 સોસાયટીના રહીશો સરકાર સામે મોરચો ખોલશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા અશાંતધારાના કાયદાથી જો ન્યાય નહી મળે તો કેસરબાગ સહિતની 100 સોસાયટીના રહિશોઅે સરકાર સામે મોરચો ખોલવાની ચીમકી ઉચ્ચારી છે. કેસરબાગ સોસાયટીના રહિશોઅે જણાવ્યું છે કે, રહિશો દ્વારા કલેક્ટરને અશાંતધારાના ભંગ બદલ આવેદનપત્ર આપ્યું હતું.જેની તપાસમાં કલેક્ટર-પોલીસ ઈન્સપેક્ટર અને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા રી-ઈન્વેસ્ટીગેશન કરવાયા બાદ રીવ્યું નેગેટીવ આવ્યો હતો. આ નેગેટીવ રિવ્યુંને જો હાઈકોર્ટ માન્ય નહી રાખે તો સરકાર વિરૂધ્ધ રહિશો રસ્તા પર ઉતરી આંદોલન કરશે. જ્યારે કેસરબાગના રહિશોઅે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કેસરબાગ સોસાયટીના રહિશોઅે વધુમાં જણાવ્યું હતું કે, અશાંતધારાના કાયદા અંગે અમે સરકારને પણ ચેલેન્જ કરી છે,જેમાં શુક્રવારના રોજ હાઈકોર્ટના આદેશ મુજબ સરકારને અને ફૈઝલ ફઝનાની અને ગીતા ગોરડીયાને પણ નોટીસ આપી છે. હાઈકોર્ટમાં હવે આગામી સુનાવણી 10 જાન્યુઆરીના છે. પરંતું સોસાયટીના રહિશોઅે સરકાર પાસે અશાંતધારાના કાયદા અંગે સવાલ ઉભો કર્યો છે, કે જો સરકારે અશાંતધારાનો કાયદો બનાવ્યો છે,જે અંતર્ગત વડોદરાની અનેક સોસાયટીઓ સામેલ છે. જ્યારે કેસરબાગ સોસાયટી સહિત અનેક સોસાયટીના રહિશો કાયદેસર રીતે અશાંતધારાનું પાલન પણ કરી રહ્યાં છે.ત્યારે અશાંતધારાનો ભંગ કરનારા વ્યક્તિઓ સામે સરકાર પગલા ભરશે કે કેમ ? તેનો જવાબ સરકાર આપે. આ ઉપરાંત હાઈકોર્ટમાં જો અશાંતધારાનો કાયદો માન્ય નહિ ગણાય તો સરકારે બનાવેલો કાયદો નાગરીકોને શું ન્યાય અપાવી શકશે તે અંગે પણ કેસરબાગ સોસાયટીના લોકોઅે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. બીજી તરફ રહિશોઅે અે પણ જણાવ્યું છે કે, 10 જાન્યુઆરી પહેલા જો સરકાર ઉપરોક્ત પ્રશ્નોના જવાબ નહી આપે તો સરકાર સામે રહિશો મોરચો ખોલશે.

SSRDમાં કરાયેલી અપીલો વિડ્રો થતાં હવે કેસની સુનાવણી હાઈકોર્ટમાં થશે
વાસણા રોડ સ્થિત કેસરબાગ સોસાયટીના વિવાદમાં અેસઅેસઆરડીમાં કરાયેલી રહીશો અને કલેક્ટરની અપીલો વિડ્રો થતાં હવે કેસની સુનાવણી હાઈકોર્ટમાં થશે. આ કેસ અેસઅેસઆરડી તેમજ હાઈકોર્ટ આમ બંને જગ્યાઅે ચાલી શકે નહીં જેથી ન્યાયમૂર્તિના આદેશ બાદ કેસરબાગના રહીશોઅે હાઈકોર્ટમાં અશાંતધારાની પરવાનગી મુદ્દાને ચેલેન્જ કરવા અેસઅેસઆરડીમાંથી કેસ વિધ્ડ્રો કર્યો હતો,જ્યારે કલેક્ટર પાસે પાવર ન હોવાથી હાઈકોર્ટે તેમની અપીલ ડિસમિસ કરી હતી. જ્યારે હવે હાઈકોર્ટમાં 10 જાન્યુઆરીના રોજ આ કેસની સુનાવણી થશે. જ્યારે હાઈકોર્ટના આદેશ બાદ કેસરબાગ સોસાયટીના રહીશોના કેસમાં પાર્ટી તરીકે સરકારને લેવામાં આવી છે,તેમજ સામા પક્ષે નોટિસ બજાવવામાં આવી હોવાનું કેસરબાગ સોસાયટીના રહીશોઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...