સરકારની મંજૂરી વિના 40 હેકટરનું રિઝર્વેશન હટાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વુડાની હદમાં બિલ્ડરોને ફાયદો કરાવવા રીઝર્વેશનની જગ્યાઓને સરકારની જાણ બહાર બારોબાર ફેરફાર કરી દેવાયો છે.

ભાયલી, સેવાસી, રાયપુરાની 54 હેકટર પૈકી 40 હેકટર જગ્યાનું રીઝર્વેશન સરકારની મંજૂરી વિના ઉઠાવી લેવામાં આવ્યું છે. ટીપી સ્કીમ બનાવવાના બ્હાના હેઠળ કન્વેશન સેન્ટર,ઓડીટોરીયમ,ગાર્ડનની 40 હેકટર જેટલી જગ્યાનું રીઝર્વેશન ઉઠાવી લઇને ભ્રષ્ટાચાર આચરાયાનું જાણવા મળ્યું છે. ટીપી સ્કીમના નક્શા જે વેબસાઇટ પર મૂકાયા છે તેને ડેવલોપમેન્ટ પ્લાન સાથે સરખાવીને ખેડૂતોએ ચકાસણી કરી તો રિર્ઝવેશનની 56 હેકટર જમીન પૈકી 16 હેકટર જમીન હતી બાકી 40 હેકટર જમીનનું રીઝર્વેશન ઉઠાવી લેવાયું હતું. નિયમ પ્રમાણે ડેવલોપમેન્ટ પ્લાનમાં વિકાસ માટે અનામત જમીનનું રિઝર્વેશન ઉઠાવી લેવું હોય તો સરકારની પૂર્વ મંજૂરી લેવાની હોય છે.

બિલ્ડરોને ફાયદો કરાવવા વુડાનો કારસો
અન્ય સમાચારો પણ છે...