તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Researchers Do Not Disclose The Results Of The Commerce Faculty 041052

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમર્સ ફેકલ્ટીનાં પરિણામો જાહેર ન કરતાં છાત્રોમાં રોષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મ.સ. યુનિ.ની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં સમયસર પરિણામ જાહેર ન થવાને કારણે એફ.જી.એસ રાકેશ પંજાબી દ્વારા રજિસ્ટ્રારને 2 માર્ચ સુધી તમામ વર્ષનાં પરિણામ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં તેણે યુનિ.રજિસ્ટ્રારને નિયમાનુસાર પરિણામ જાહેર ન કરી શકવાનાં કારણોસર રાજીનામું આપવાનું સૂચન પણ કર્યું છે.

ગત ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં કોમર્સ ફેકલ્ટીમાં વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ લેવામાં આવી હતી.પરંતુ પરીક્ષાનાં પરિણામ આજદિન સુધી જાહેર કરાયાં નથી.જેને કારણે છાત્રોમાં રોષની લાગણી જોવા મ‌ળી રહી છે.વિદ્યાર્થીઓની સમસ્યાને લઇને સોમવારે એફ.જી.એસ રાકેશ પંજાબી દ્વારા યુનિ. હેડ ઓફિસ ખાતે તંત્રની ઢીલી કામગીરીનો વિરોધ કર્યો હતો અને 2 માર્ચ સુધીમાં તમામ પરિણામોને જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.જો સમયસર પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.રજઆત સાથે રજિસ્ટ્રારને જો નિયમાનુસાર પરિણામ જાહેર ન કરી શકાય તો રાજીનામું આપી દેવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો