બોર્ડની સભામાં પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલ દ્વારા જ લેવાનો પ્રસ્તાવ રદ

Vadodara News - repudiation of the proposal of the practical examination school for the meeting of the board 040703

DivyaBhaskar News Network

Feb 12, 2019, 04:07 AM IST
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ગાંધીનગર ખાતે મ‌ળેલી સામાન્ય સભામાં ધો-12 સાયન્સના વિષયોમાં લેવાતી પ્રેક્ટિકલ પરીક્ષાના મુદ્દે બે સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ સામાન્ય સભામાં પ્રસ્તાવને રદ કર્યો હતો.

ધો-12 સાયન્સના પ્રેક્ટિકલ વિષયોની પરીક્ષા પ્રથમ વખત બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે.જે 15 ફેબ્રુઆરીથી શરૂ થશે.તાજેતરમાં ગાંધીનગર ખાતે મ‌ળેલી માધ્યમિક બોર્ડની સામાન્ય સભામાં બે સભ્યો દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેનું કારણ જણાવાયું હતું કે, પ્રેક્ટિકલ પરીક્ષાના માર્કની ગણતરી એડમિશન સમયે લેવાતી નથી.જેને કારણે બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવી જોઇએ નહિ.તેમજ શિક્ષકોના ગજગ્રહનો વિદ્યાર્થીઓને ભોગ બનવો પડી શકે તેમ છે.

દૂરના કેન્દ્રમાં નંબરો ફાળવવા અંગે રજૂઆત

12 સાયન્સમાં પ્રેક્ટિકલ એક્ઝામની બેઠક વ્યવસ્થા અંતર્ગત દૂર-દૂરની શાળામાં નંબર અપાતાં સોમવારે રાજ્ય ઉચ્ચતર માધ્યમિક સંઘ મહામંડળ દ્વારા પરીક્ષા સચિવને પત્ર લખીને રજૂઆત કરાઇ હતી.અણઘડ વ્યવસ્થાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તંત્રની કામગીરી વિરુદ્ધ રોષ ફેલાયો છે.

X
Vadodara News - repudiation of the proposal of the practical examination school for the meeting of the board 040703
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી