તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Report Positive If Virus Is Copied After Turning The Sample Into Machine For 3 Hours At 100 Temperature 072035

-100 તાપમાને નમૂનાને 3 કલાક મશીનમાં ફેરવ્યા પછી જો વાઈરસની કોપી બને તો રિપોર્ટ પોઝિટિવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

5. ડિટેક્ટરમાં અંતિમ પરિણામ જાહેર કરે છે

4. વાઇરસના RNAની કોપી બને છે

3. નમૂનો સલામત મૂકાય છે

2. અહી રસાયણો ઉમેરાય છે

1. અહીં વાઇરસનો RNA જુદો કરાય છે

આરએનએને વિવિધ રસાયણોમાં નાંખ્યા બાદ -10 ડિગ્રી તાપમાને ક્રાયોસેન્ટ્રીફ્યુઝ મિક્સરમાં દ્વાવણને ઘૂમાવવામાં આવે છે. આ પ્રોસેસ 3 કલાક ચાલે છે. જો નમૂનો પોઝિટિવ હોય તો વાઇરસની કોપી બને છે.

ક્રાયોસેન્ટ્રીફ્યુઝ મશીનમાંથી નીકળેલા નમૂનાને સીધા જ અેપ્લાઇડ બાયોસિસ્ટમના ડિટેક્ટરમાં મૂકવામાં આવે છે. જેને પોલીમર રિયલ ટાઇમ રિડર પણ કહેવાય છે. જો નમૂનો પોઝિટિવ હોય તો વાઇરસના RNAની કોપીઓ બની ચૂકી હોય છે. તેનો મોનિટર પર ગ્રાફ જનરેટ થાય છે. જો સીધી લીટી આવે તો રિપોર્ટ નેગેટિવ હોય છે.

પ્રિ-પીસીઆર નામની એક અલાયદા સેક્શનમાં વાઇરસના RNAમાં વિશેષ રસાયણો ઉમેરવામાં આવે છે. આ સેન્સિટિવ ઝોન છે અને તેને આ રસાયણો ઉમેર્યા બાદ તેને બાાયો સેફ્ટિ કેબિનેટમાં મૂકવામાં આવે છે. અહીં નમૂનો સલામત રહે છે. પણ ચેપ ન ફેલાય તે માટે વિશેષ સાવચેતીઓ રાખવી પડે છે. આ સેક્શન પણ અલાયદો હોય છે.

બીમાર વ્યક્તિના નાક-ગળામાંથી લીધેલા નમૂનાને આરએનએ એસ્ટ્રેક્શન લેબમાં લઇ જવાય છે. આ નમૂનામાંથી વાઇરસના કોષકેન્દ્રમાં આવેલા રિબો ન્યૂક્લિક એસિડ નામના રસાયણને અલગ કરાય છે.

કુણાલ પેઠે . વડોદરા | કોરોનાના ટેસ્ટિંગ માટે એસએસજીમાં જ વિશેષ લેબોરેટરી ફેસિલિટી શરૂ કરાઇ છે. આ લેબોરેટરીમાં કોરોનાનું ટેસ્ટિંગ માત્ર ચાર કલાકમાં જ થઇ જાય છે. હાલમાં આ લેબમાં 1 આસિસ્ટન્ટ પ્રોફેસર, 1 એસો. પ્રોફેસર, 1 ટ્યુટર અને 3 રેસિડન્ટ તબીબો અને 3 ટેક્નિશિન્સની બે ટીમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. મેડિકલ કોલેજના ડીન પ્રો. તનુજા જાવડેકરના જણાવ્યા મુજબ ‘ આ ફેસિલીટમાં 55 રિપોર્ટસ જનરેટ કરાયા છે. કોરોના રિપોર્ટ કાઢવાનો ખર્ચ છ ऒ~6000 થાય છે. જે સ્વાઇન ફ્લુના રિપોર્ટ કરતા સસ્તો છે.’

ભાસ્કરમાં પહેલીવાર વડોદરામાં કોરોનાનો રિપોર્ટ અાપતી ટેસ્ટિંંગ લેબ અા રીતે કામ કરે છે
અન્ય સમાચારો પણ છે...