તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવ તડવીનો હત્યારો મહેશ ચુનારા જ હોવાનો ફોરેન્સિક વિભાગનો રિપોર્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં ધો. 9ના વિદ્યાર્થીને બાથરૂમમાં ચાકુના 31 ઘા મારી હત્યા કરનાર મહેશ ચુનારા ( નામ બદલ્યું છે )ની પોલીસે ધરપકડ કરી બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો હતો. હત્યાના 8 મહિના બાદ ફોરેન્સિક વિભાગે 32 જીબીની બે પેન ડ્રાઇવમાં રિપોર્ટ મોકલી આપ્યો છે. 23 મિનિટના 8 સીસીટીવી ફુટેજના પરીક્ષણમાં હત્યા કરી ભાગતો શખ્સ મહેશ ચુનારા જ હોવાનો રિપોર્ટ આપ્યો છે. આ ઉપરાંત ચાકુ, દીવાલ, કપડાં અને મહેશના નખ તેમજ વાળમાંથી મળેલા લોહીના નમૂના દેવ તડવીના જ હતા તેવું પણ ફોરેન્સિક તપાસમાં ઘટસ્ફોટ થયો છે. હાલ મહેશ બાળ રિમાન્ડ હોમમાં જ હોવાનું પોલીસે જણાવ્યું છે.

બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં ગત 22 જૂન 2018ના રોજ 16 વર્ષના મહેશ ચુનારાએ સ્કૂલના બાથરૂમમાં 14 વર્ષના ધો. 9ના વિદ્યાર્થી દેવ તડવીને 90 સેકન્ડમાં જ ચાકુના 31 ઘા મારી હત્યા કરી હતી. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા વિદ્યાર્થીને પકડી બાળ ગોકુલમમાં મોકલી આપ્યો હતો. શાળાના 3 સીસીટીવી કેેમેરાના 8 ફુટેજ, જુદી જુદી જગ્યાએથી લોહીના નમૂના સહિતના 39 પુરાવા એકત્રિત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા હતા. ઘટનાના 8 મહિના બાદ તાજેતરમાં જ ફોરેન્સિક વિભાગે 32 જીબીની બે પેન ડ્રાઇવમાં રિપોર્ટ મોકલી આપ્યા છે.

સીસીટીવી ફુટેજમાં મહેશ સ્કૂલમાં દાખલ થયો ત્યારથી હત્યા બાદ ભાગી ગયો તેના ફુટેજ ફોરેન્સિક વિભાગમાં મોકલી આપ્યા હતા. ચકાસણી બાદ ફુટેજમાં દેખાતી વ્યક્તિ મહેશ ચુનારા જ હોવાનો પોઝિટિવ રિપોર્ટ આપ્યો હતો. આ ઉપરાંત મહેશ પાસેથી કબજે કરેલાં ચાકુ, તેનાં કપડાં, બાથરૂમની દીવાલ, નખ અને માથાના વાળ પર ઉડેલા લોહીના છાંટાના નમૂનાની તપાસમાં દેવ તડવીનું જ લોહી હોવાનું સ્પષ્ટ થયું છે. 39 પૈકી મોટાભાગના પુરાવામાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મહેશ ચુનારાએ હત્યા બાદ પોરની દુકાનમાંથી ચપ્પલ લીધેલાં હોઇ દુકાનવાળા તેમજ વલસાડના લોકોનાં પણ નિવેદન લીધાં હતાં જ્યારે બાથરૂમમાં ખૂની ખેલ જોનાર નિલેશ, સુનિલ ( બંનેનાં નામ બદલ્યા છે) સહિત ત્રિપુટીનાં મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન લીધાં હતાં.એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો