• Gujarati News
  • National
  • Vadodara News Registration Will Be Done For The Vacant Seat In The Central Vidyalay Till 9th April 075124

કેન્દ્રીય વિદ્યાલયમાં ખાલી સીટ માટે 9 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન થઇ શકશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રિય વિદ્યાલયની ખાલી સીટો માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં માત્ર ઓફલાઇન રજિસ્ટ્રેશન થઈ શકશે. કેન્દ્રીય વિદ્યાલયમાં પહેલાં ધોરણ માટે સીટની સંખ્યા નક્કી હોય છે. અને તેમાં દરેક માટે એડમિશન ઓપન હોય છે, પરંતુ તે સિવાયના બીજા ધોરણમાં ત્યારે જ એડમિશન મળે છે જયારે કેવીથી કોઈ ધોરણમાંથી વિદ્યાર્થીઓના માતા-પિતાનું ટ્રાન્સફર થાય અથવા તો શાળા છોડયા પછી સીટ ખાલી પડે છે. તેથી કેવીએસ તેમના એડમિશન માટે ઓનલાઈન અરજીની જગ્યાએ ઓફલાઇન અરજી લે છે. તેના માધ્યમથી કેવીમાં બીજા ધોરણથી લઈ જે કલાસમાં ખાલી સીટ હોય છે, તેના માટે રજિસ્ટ્રેશન થાય છે. જેના માટે અરજીના ફોર્મનું વિતરણ કેન્દ્રીય વિદ્યાલયથી જ કરવામાં આવશે. એડમિશન માટે 9 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન થશે. આ સંબંધિત કેન્દ્રિય વિદ્યાલય સંગઠન તરફથી સર્કયુલર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્રિય વિદ્યાલયની વેબસાઇટ પરથી પણ આ અંગેની તમામ માહિતી ઇચ્છુક વિદ્યાર્થીઓ-વાલીઓને પ્રાપ્ત થઇ શકશે.

KV Update

પરીક્ષામાં હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન પણ હશે
કેવીમાં ખાલી સીટ માટે 100 માર્કનું પેપર રહેશે. જેમાં હિન્દી, અંગ્રેજી, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના પ્રશ્નો રહેશે. આ પરીક્ષા 3 કલાકની હશે. વિદ્યાર્થીઓએ પાસ થવા માટે કુલ 33 ટકા માર્ક મેળવવાના રહેશે. જેમાં એસસી, એસટી અને દિવ્યાંગ શ્રેણીના વિદ્યાર્થીઓએ 25 ટકા માર્ક લાવવા જરૂરી છે.

ધોરણ 8 સુધી પ્રાથમિકતાને આધારે પ્રવેશ મળશે
ધોરણ-2થી ધોરણ-8માં પ્રવેશ માટે કોઈ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે નહિ. જેમાં પ્રવેશ પ્રાથમિકતાના આધારે મળશે. સૌથી પહેલી કેટેગરી-1માં આવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ અન્ય 4 કેટેગરી પર વિચાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...