તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂટર પરથી પડી જતાં રિફાઇનરીના ઇજનેરનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોતાના ઘરેથી મેસ્ટ્રો સ્કૂટરેટ લઇને નીકળેલા યુવકનું અકસ્માતમાં ઘાયલ થયા બાદ આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ન્યૂ અલકાપુરી ગોત્રીની પ્રથમવાટિકા સોસાયટીમાં રહેતા નીતિન બાબુલાલ ગુપ્તા (ઉવ.28) ગુજરાત રિફાઇનરીમાં આસિસ્ટન્ટ મેનેજર હતા. તેમનાં પત્ની પણ રિફાઇનરીમાં જ કોઇ વિભાગમાં મેનેજર તરીકે કાર્યરત છે. તેઓ ગુરુવારે બપોરે બે વાગ્યાના સુમારે પોતાના મિત્ર સાથે ઘરેથી નોકરીએ જવા નીકળ્યા હતા. તેમના મિત્ર એક્ટિવા પર સવાર હતા. બપોરે 2.05 વાગ્યાના સુમારે ઊંડેરાની ગોકુલધામ સોસાયટી પાસે તેમના મિત્રને ખયાલ આવ્યો કે નીતિનભાઇ પાછળ પડી ગયા છે. તેમણે જઇને જોયું તો નીતિનભાઇ બેભાન હાલતમાં હતા. તેમના ગળા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને સારવાર માટે સૌ પ્રથમ રિફાઇનરી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા પણ ત્યાંથી ગોરવાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પણ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે જવાહરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો