તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Reduced 5000 Registrations To Avoid Overcrowding In The United Way 081019

યુનાઇટેડ વેમાં ઓવર ક્રાઉડ ન થાય તે માટે 5 હજાર રજિસ્ટ્રેશન ઘટાડ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાના ગ્રાઉન્ડમાં ઓવર ક્રાઉડ ઘટાડવા યુનાઇટેડ વેના આયોજકોએ 5 હજાર ઓછા રજિસ્ટ્રેશન કરી 33 હજાર ખેલૈયાઓને પાસ ઇસ્યુ કર્યા છે. વીએનએફના આયોજકોએ પણ ખેલૈયાનો આંક 30 હજાર જ રાખવાનો નિર્ણય કર્યો છે જ્યારે પેલેસ હેરિટેજમાં 20 હજાર અને મા શક્તિમાં 35 હજાર ખેલૈયા ગરબે ઘૂમશે. બીજી તરફ હાઇએલર્ટ વચ્ચે મોટાં ગરબા ગ્રાઉન્ડોમાં સુરક્ષાને લઇ બોંબ સ્ક્વોડ રોજેરોજ ચેકિંગ કરશે.

યુનાઇટેડ વેના મિનેશ પટેલે કહ્યું કે, ગત વર્ષે 38 હજાર ખેલૈયાનાં રજિસ્ટ્રેશન કર્યાં હતાં પરંતુ આ વર્ષે ઓવર ક્રાઉડ ઘટાડવા માટે 4 થી 5 હજાર રજિસ્ટ્રેશન ઓછાં કરી દીધાં છે. વીએનએફના મયંક પટેલે પણ જણાવ્યું કે, ગ્રાઉન્ડમાં ખેલૈયાઓને રમવા માટે પૂરતી જગ્યા મળી રહે તે માટે અમે 30 હજાર જ રજિસ્ટ્રેશન કર્યાં છે. મા શક્તિના જયેશ ઠક્કરે કહ્યું કે, અમે છોકરીઓને તો રજિસ્ટર્ડ કરતા જ નથી, માત્ર છોકરાઓના જ પાસ કરીએ છીએ. 35 હજાર જેટલા ખૈલૈયાઓ અમારે ત્યાં ગરબેે ઘૂમે છે. પેલેસ હેરિટેજના આયોજકોએ પણ 20 હજાર ખેલૈયાનાં રજિસ્ટ્રેશન કર્યાં છે. પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું કે, ગત વર્ષે ટ્રાફિકની સ્કીમસફળ રહી હતી. આ વર્ષે પણ અમે આયોજકોને ગરબા સ્થળે જવાના રોડ પર વાહન પાર્કિંગ નહીં કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. અત્યારથી જ મોટાં ગરબા સ્થળો પર બોંબ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ચેકિંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...