• Gujarati News
  • National
  • Vadodara News Recruitment Promotion Details For Non Academic Workers Of The School 075142

શાળાના બિન-શૈક્ષણિક કર્મીની ભરતી-બઢતીની વિગતો મંગાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્રાન્ટેડ શાળાઓના બિન-શૈક્ષણિક કર્મચારીઓની માહિતી ડિઈઓ કચેરી દ્વારા મંગાવવામાં આવી છે. 1 જાન્યુઆરી 2015 થી 31 ડિસેમ્બર 2019 દરમિયાન ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક તથા બઢતી થઇ હોય તેવા બિન-શૈક્ષણિક કર્મચારીઓની વિગતો મગાવવામાં આવી છે. તમામ શાળાઓ દ્વારા આ વિગતો ડિઈઇઓ કચેરીને આપવાની રહેશે. જે શાળાઓની માહિતી શૂન્ય હોય તેવી શાળાઓએ કોઇ પણ માહિતી આપવાની નથી. અમુક શાળાઓમાં બિન-શૈક્ષણિક કર્મચારીઓ ફાજલ હોય તો તેમને જે શાળાઓમાં ખાલી જગ્યા હોય ત્યાં નિમણૂક આપી શકાય તે માટે આ પ્રકારની વિગતો માગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી બિન-શૈક્ષણિક કર્મચારીઓની વિગતો માગવામાં આવી છે તેમાં વર્ગ 3 અને 4 નો સમાવેશ થાય છે.

જિલ્લાની અનેક શાળાઓમાં બિન-શૈક્ષણિક કર્મચારીઓની ઘટ છે જેના પગલે વહીવટી કામગીરીમાં ભારે અસર પડી રહી છે જેના કારણે ઉકત કવાયત સરકાર દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.એમ સૂત્રોએ જણાવ્યું હતુ્ં.

શૂન્ય હોય તેવી સ્કૂલોને માહિતી આપવાની રહેશે નહી

ખાલી જગ્યાઓ ભરવા સરકારની કવાયત

અન્ય સમાચારો પણ છે...