તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Recognized Teachers39 Re United 600 Doctors Serving Around The World Who Have Been Studying In Medical Colleges 040705

મેડીકલ કોલેજમાં ભણી વિશ્વભરમાં સેવા આપતા 600 ડૉક્ટર્સ રિ-યુનાઇટેડ, શિક્ષકોની શિખામણ યાદ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીની મેડિકલ કોલેજ ઓફ વડોદરાના વર્લ્ડ કોંગ્રેસ અને રિયુનિયનના દ્વિતિય દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાૅક્ટર્સ દ્વારા તેમના જૂના ક્લાસીસની ટુર, રીયુનિયન, સાયન્ટિફિક પ્રોગ્રામ, તેમજ ગૃપ ફોટો સેશન રાખવામાં આવ્યું હતું. દેશ-વિદેશમાં ફેલાયેલા અને સેવા આવતા વડોદરામાં મેડિકલ કોલેજ ખાતે ભણેલા મોટાભગના ડૉક્ટર્સે રીયુનિયનમાં ભાગ લીધો છે. શનિવારે ડોક્ટરોએ જૂની યાદો તાજા કરી હતી. આ રીયુનિયનમાં ડૉ. બી.એમ.પાલન, ડૉ. નિલીમા સોમપુરા, ડૉ. કિરણ શિંગ્લોટ, ડૉ. સોનિયા બાર્વે, ડૉ. પ્રદિપ શેઠ, ડૉ. રાકેશ ગુપ્તા, ડૉ. જે.ડી લાખાણી, ડૉ. એમ.આર.ઉપાધ્યાય, ડૉ. રમેશ ગોયલ, ડૉ. એ.ટી. લેઉવા, ડૉ. હેમંત માથુર, ડૉ. નિયતિ ત્રિવેદી, ડૉ. પ્રમોદ મલીક, ડૉ. અતુલ કુમાર સકસેના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 1981ની બેચના ડૉ.પ્રમોદ મલીકે જણાવ્યુ હતું કે, મિત્રોને મળીને તેઓ શું કરે છે તે જાણ્યું હતું. ઉપરાંત તમામે શિક્ષકોએ આપેલી શિખામણો યાદ કરી હતી. આ ઉપરાંત અમે કોલેજની ટૂર કરી હતી. જેમાં જૂનિ બિલ્ડીંગો, હોસ્ટેલના દિવસો યાદ કર્યા હતા. જે સામાન્ય સ્થિતીમાં પણ યાદ કરતાં હોઇએ છીએ. હાલ વધુ પ્રમાણમાં બિલ્ડીંગ જોવા મળે છે. આમાથી ઘણા ડૉક્ટરો ભારતની બહાર સેવા આપે છે. અવારનવાર અહિ પોતાના મિત્રોને મળવા આવતા રહે છે. 2002થી હું વર્જિનિયામાં સેવા આપું છું. મને મારો ક્લાસરૂમ જોવાની ઇરછા હતી તે આજે પૂરી થઇ છે. આ જ રીતે મળતા રહીએ તો રિચાર્જ થઇ જવાય અને નવી વાતો જાણવા મળે તે ચોક્કસ છે.

ડૉક્ટર્સે પોતે ભણ્યા હતા તે ક્લાસમાં જઇ યાદો તાજી કરી
અન્ય સમાચારો પણ છે...