તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Ravi Verma39s Drawing 39dhyanamgana Swami Vishwamitra39 Sold For 645 Crore In Auction 074557

રવિ વર્માએ બનાવેલું ચિત્ર ‘ધ્યાનમગ્ન સ્વામી વિશ્વામિત્ર’ ઓક્શનમાં 6.45 કરોડમાં વેચાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

city art
સિટી રિપોર્ટર . વડોદરા


ભારતના પ્રખ્યાત ચિત્રકાર અને કલાકાર રાજા રવિ વર્માનું વિશ્વામિત્રી ઋષિનું દુર્લભ પેઇન્ટીંગ 8.6 લાખ ડોલર એટલેકે આશરે 6 કરોડ 45 લાખમાં વેચાયું છે. આંતરરાષ્ટ્રીય આર્ટ ડોમેન સોધબીએ ગયા મહિને ઓનલાઇન ઓક્શન યોજ્યું હતુ. જેમાં આ ચિત્રની કીંમત 7થી 9 લાખ ડોલર નક્કી થઇ હતી. ઓક્શનમાં તેને 8.6 લાખ ડોલરમાં અજાણ્યા વ્યક્તિએ ખરીદ્યું હતું. શીર્ષક વિનાના ‘ધ્યાનમગ્ન સ્વામી વિશ્વામિત્ર’ પેઇન્ટીંગમા તેઓ શાંત ચિત્તે બેઠા છે. આ ચિત્ર જર્મનીના ચિત્રકાર ફ્રીટ્ઝ સ્લીશરના કલેક્શનમાં હતું. જેઓ ભુતકાળમાં રાજા રવિ વર્મા સાથે કામ કરી ચુક્યા છે. ત્યાર બાદ આ ચિત્ર ડેનમાર્કના એક વ્યક્તિના પ્રાઇવેટ કલેક્શનમાં સ્થાન પામ્યું હતું. 2017માં રાજા રવિ વર્માનું ચિત્ર દમયંતી 16.92 લાખ ડોલરમાં વેચાયું હતું. રવિ વર્માના ઓલીયોગ્રાફ્સ ચિત્રના કલેક્ટર સચિન કાલુસકરે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રના ચિત્રની જે કિંમત અંકાઇ છે તે રાજા રવિ વર્માની આંતરરાષ્ટ્રીય ખ્યાતી અને તેમના ચિત્રમાં લોકોને કેટલો રસ છે તે દર્શાવે છે.
અન્ય સમાચારો પણ છે...