તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Ranji Trophy Uttar Pradesh39s 295 For Five Wickets Against Vadodara 080048

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણજી ટ્રોફી: વડોદરા સામે ઉત્તર પ્રદેશના પાંચ વિકેટે 295 રન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

કાનપુરના ગ્રીન પાર્ક મેદાન ખાતે શનિવારે શરૂ થયેલી ચાર દિવસીય રણજી ટ્રોફી મેચના પ્રથમ દિવસે ટોસ જીતીને ઉત્તર પ્રદેશે વડોદરા સામે રમતના અંતે પાંચ વિકેટે 295 રન નોંધાવ્યા હતા.

પ્રથમ દિવસની રમતનું મુખ્ય પાસું મોહંમદ સૈફની શાનદાર બેટિંગ હતું.તેની શાનદાર બેટિંગના લીધે ઉત્તર પ્રદેશ મજબૂત સ્થિતિમાં પહોંચ્યાે હતાે. સૈફ 146 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 99 રન બનાવી રમતમાં રહ્યો હતો.રીન્કુસીંગે 84 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 62 રન નોંધાવ્યા હતા. વડોદરા વતી સૌથી વધુ્ વિકેટો અનુરીતસીંગે લીધી હતી તેણે 48 રનમાં બે વિકેટો મેળવી હતી.ઉત્તર પ્રદેશે 107 રનમાં ચાર વિકેટો ગુમાવી હતી પણ સૈફ અને રીન્કુસીંગે પાંચમી વિકેટની ભાગીદારીમાં116 રન ઉમેરી ટીમનો રકાસ અટકાવ્યો હતો.

વડોદરા ટીમે સાત બોલરો અજમાવ્યા હતા. મેચનો ટૂંકો સ્કોર આ મુજબ રહ્યો હતો: ઉત્તર પ્રદેશ પાંચ વિકેટે 295 રન( અલમસ શૌકત,મોહંમદ સૈફ રમતમાં 99, રીન્કુસીંગ 62,ઉપેન્દ્ર યાદવ રમતમાં 38 રન,અનુરીતસીંગ 48માં બે વિકેટ,લુકમાન મેરીવાલા 57માં એક વિકેટ, ભાર્ગવ ભટ્ટ 58માં એક વિકેટ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો