તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ લાંબા સમયથી બંધ રહેતા હાઈકોર્ટમાં રિટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં કોર્પોરેશન દ્વારા ચાર સ્વિમિંગ પૂલનું સંચાલન કરવામાં અાવે છે અને અા તમામ સ્વિમિંગ પૂલ વારંવાર મેન્ટેનન્સના બહાને બંધ કરી દેવામાં અાવતા હોવાના કારણે સભ્યોને કૂબ જ પરેશાની ભોગવવી પડે છે. વાઘોડિયા રોડ પર અાવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ લાંબા સમયથી બંધ હોવાના કારણે ચાર સભ્યોઅે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી વળતરની માંગણી કરતાં હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશન, કોર્પોરેશનના અેક્ઝિક્યુટિવ ઇજનેર અને રાજ્ય સરકાર સામે નોટિસ કાઢવાનો અાદેશ કરી વધુ સુનાવણી તા.19 અોક્ટોબરના રોજ રાખવાનું ઠરાવ્યું હતું.

રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલના અાજીવન સભ્ય કિરણભાઇ દવે, રાજેન્દ્રકુમાર શાહ સહિતના ચાર સભ્યોઅે અેડવોકેટ ધ્રુવ દવે દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં દાદ માંગી છે કે, મેન્ટેનન્સના બહાને વારંવાર સ્વિમિંગ પૂલ બંધ કરવામાં અાવે છે અેટલે સભ્યોને વળતર અાપવું જોઇઅે, કારણ કે, તમામ સભ્યો નાણાં ચૂકવીને સભ્ય બન્યા છે. અરજદાર દ્વારા દાખલ કરવામાં અાવેલ પિટિશનમાં ઉપરોક્ત ત્રણ બાબત અંગે દાદ માંગવામાં અાવતાં હાઇકોર્ટે મ્યુ.કોર્પોરેશન, ઇજનેર અને રાજ્ય સરકાર સામે નોટિસ કાઢવાનો અાદેશ કરી વધુ સુનાવણી તા.19 અોક્ટોબરના રોજ હાથ ધરાશે. આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...