રેલવે પાર્સલ ટ્રેન શરૂ કરશે : હેલ્થ ચેકઅપ શરૂ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને પગલે રેલવે દ્વારા પેસેન્જર ટ્રેન બંધ કરાઇ છે. ત્યારે રેલવે દ્વારા જરૂરી સુવિધાઅોની અછત નપડે તે માટે ખાસ પાર્શલ ટ્રેન શરૂ કરવા અાયોજન થયુ છે. જે અંગે રેલવે દ્વારા ઇન્ડસ્ટ્રીઝનો સંપર્ક સંધાઈ રહ્યો છે. સ્થાનીક વેપારીઅો ને પણ જાણ કરાઇ છે. જે લોકોને પાર્સલ મોકલવા હોય તે રેલવે સત્તાધીશોનો સંપર્ક સાધી શકે છે.

હાલ માત્ર ગુડ્ઝ ટ્રેન ચલાવાઇ રહી છે. ત્યારે જીવન જરૂરી વસ્તુઅો જે અગાઉ પેસેન્જર ટ્રેનમા ંજતી હતી તે સામાનની અછત ઉભી નથાય તે માટે પાર્સલ ટ્રેન શરૂ કરાશે. વડોદરા ડિવિઝનના પીઅારઅો ખેમરાજ મીણાઅે જણાવ્યુ હતુ કે, રેલવે દ્વારા વિવિધ વિભાગમા કાર્યરત કર્મીઅોનુ હેલ્થ ચેકઅપ પણ શરૂ કરાયુછે. તેમજ કર્મચારીઅો શોશ્યલ ડીસ્ટન્સ રાખીને કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...