તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Railway Rails Changed The Rank Of Gujarat Queen Juno Rake Functional 040516

રેલવે દ્વારા ગુજરાત ક્વીનનો રેક બદલાયો : જૂનો રેક કાર્યરત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ - વલસાડ ગુજરાત ક્વીન અને અમદાવાદ -મુંબઇ ગુજરાત એક્સપ્રેસ ટ્રેન માટે એલએચબી કોચનો રેક મૂકાતાં દિવ્યાંગો , મહિલાઓ અને પાસ હોલ્ડરોની હાલત કફોડી બની હતી. ટ્રેનમાં દિવ્યાંગો અને મહિલાઓનો કોચ કાઢી નાંખવામાં આવ્યો હતો. તેમજ જનરલ કોચ ઓછા કરાતાં પાસ હોલ્ડરો સાથે માથાકૂટ થતી હતી. જે અંગે દિવ્યભાસ્કરના અહેવાલ બાદ રેલવે દ્વારા શનિવારે જૂનો રેક ફરી કાર્યરત કરવામાં આવ્યો હતો .

રેલવેમાં અમદાવાદથી સુરત અને વલસાડ સુધી રોજ અપડાઉન કરનારા લોકોની સંખ્યા મોટી છે. ક્વીન અને ગુજરાત એક્સપ્રેસ જનરલ કોચમાં નજીકની મુસાફરી કરનારા લોકો માટે ફેવરિટ અને અનુકૂળ ટ્રેન છે. ત્યારે રેલવે દ્વારા તાજેતરમાં આ ટ્રેનમાં એલએચબી કોચનો રેક મૂકવામાં આવ્યો હતો . 1 જાન્યુઆરીથી થયેલા આ બદલાવ અંગે ભારે હોબાળો થતાં રેક બદલવાની ફરજ પડી હતી. ટ્રેનમાં એન્જિન પાછળ આવતા ત્રણ જનરલ કોચ અને વચ્ચેના જનરલ કોચ ઓછા કરાયા હતા. તેમજ છેલ્લે આવતા દિવ્યાંગ અને મહિલાઓના કોચ સહિત અન્ય એક જનરલ કોચ ઓછો કરાતાં પાસ દિવ્યાંગો કોચમાં બેસી શક્યા નહોતા.

ભાસ્કર ઈમ્પેક્ટ
દિવ્યાંગો ટ્રેનમાં ચડી નહોતા શકતા
ટ્રેનમાં જનરલ કોચ ઓછા કરાયા હતા. દિવ્યાંગો અને મહિલાઓના કોચ કાઢી નંખાયા હતા. એલએચબીમાં બે જ દરવાજા હોવાથી એક સ્ટેશન અગાઉ દરવાજા પાસે આવવું પડતું. 90ની ક્ષમતાના કોચમાં 250 લોકો ચડી બેસતા હતા. મહિલાઓની હાલત કફોડી બનતી : નીતિન પટેલ , પાસ હોલ્ડર, સુરત

અન્ય સમાચારો પણ છે...