• Gujarati News
  • National
  • Vadodara News Railings Were Fitted In Front Of 50 Shops Amid Protests From Traders 074144

વેપારીઓના વિરોધ વચ્ચે 50 દુકાનો આગળ રેલિંગ ફીટ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગળબજારમાંથી પથારાવાળાને નાથવા માટે દુકાનની ફૂટપાથ નજીક રેલિંગ નાંખવાની કામગીરી ગુરુવારે આગળ ધપાવવાનીनीी અને દુકાન પાસેના ફૂટપાથ પર પેવર બ્લોક નાંખવાના પણ શ્રીગણેશ કરાયા હતા.

મંગળબજારમાં પદ્માવતી શોપિંગ સેન્ટરથી લહેરીપુરા ગેટ સુધીના ભાગની 50 દુકાનોના આગળના ભાગે પાલિકાના રેલિંગ નાંખવાના નિર્ણયનો સ્થાનિક વેપારીઓએ વિરોધ કર્યો હતો. આ રોડ પર રાહદારીઓ કોઇપણ જાતના વિઘ્ન વગર ચાલી શકે તે માટે પાલિકાએ દસ દિવસથી સતત નજર રાખી છે અને ગુરુવારે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે બે ટ્રક ભરીને માલ સામાન કબજે કર્યો હતો.બીજી તરફ,પાલિકાના રેલિંગ નાંખવા સામે લહેરીપુરા એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનના લખાણવાળા બેનરો લગાડાયા હતા પણ દુકાનો ગુરુવારે ખૂલી ગઇ હતી. રેલિંગ લગાડાશે તો ફરીથી આંદોલન કરવાની વેપારીઓની ચીમકીની પરવા કર્યા વગર રૂા.9.5 લાખના ખર્ચે દુકાનોની ફૂટપાથ પાસે રેલિંગ નાંખવાની કામગીરી યુદ્ધના ધોરણે આગળ ધપાવી હતી. એટલું જ નહીં, બુધવારે મોડી રાતે મંગળબજારમાં પેવર બ્લોક બેસાડવાની પણ કામગીરી ચાલુ કરાઈ હતી.પાલિકાના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ કહ્યું હતું.

મંગળબજારમાં કામગીરી દરમિયાન દુકાનો ખુલ્લી રહી

પથારા સામે સપાટો જારી : બે ટ્રક ભરીને સામાન જપ્ત

શહેરના મંગળ બજારમાં ગુરુવારના રોજ સતત બીજા દિવસે પણ કોર્પોરેશન દ્વારા રેલિંગ નાંખવાની કામગીરી ચાલુ રખાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...