તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Railer Has A Business Of 365 Crore 13 Operators With A Salary Of 41 Thousand Rupees 041047

રેલનીરનો 3.65 કરોડનો વેપાર, 13 ઓપરેટરને 41 હજાર પગારનાં ફાંફાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે સ્ટેશન પર ચોખ્ખું અને સસ્તું પાણી આપવા આઇઆરસીટીસી દ્વારા લગાવાયેલાં વોટર વેન્ડિંગ મશીનના ઓપરેટરોને ચાર મહિનાથી પગાર મળ્યો નથી. આ સાથે મશીન પર ખાલી બોટલ અને ગ્લાસ પણ નથી જેથી મુસાફરો રેલવે સ્ટેશન પર મોંઘું પાણી ખરીદવા મજબૂર બને છે. વડોદરા અને અમદાવાદ ડિવિઝનના અંદાજે 80 ઉપરાંત ઓપરેટરોને દિવાળી બાદ પગાર મળ્યો નથી.ત્યારે બીજી બાજુ આઇઆરસીટીસી લેખિત ફરિયાદની રાહ જોઇ કાર્યવાહી કરતું નથી.

વડોદરા રેલવે સ્ટેશન ખાતે આઇઆરસીટીસી દ્વારા વર્ષે રેલનીરનો રૂ. 3.65 કરોડનો વેપાર થાય છે.ત્યારે સામે વોટર વેન્ડિંગ મશીનના અંદાજે 13 ઓપરેટરોને ચાર મહિનાનો રૂ. 410800 પગાર ચૂકવાયો નથી. જે અંગે તપાસ કરતાં આઇઆરસીટીસી દ્વારા આ મશીનો કોન્ટ્રાકટરને ચલાવવા આપેલાં છે. જેથી તેમની પ્રત્યક્ષ જવાબદારી રહેતી નથી. જોકે રેલનીર હોય કે કોન્ટ્રાક્ટનું ટેન્ડર, બન્ને બાજુની આવક આઇઆરસીટીસીને થાય છે. જ્યારે નાગરિકોને બોટલ અને ગ્લાસના અભાવે રૂ. 15 ખર્ચીને મોંઘું રેલનીર પીવું પડે છે. વડોદરા અને અમદાવાદ ડિવિઝ્નનો કોન્ટ્રાકટ એક જ કોન્ટ્રાક્ટર પાસે છે. જ્યાં અંદાજે 80 ઓપરેટરો હાલ કાર્યરત છે. જેમનો પગાર નથી થયો.વોટર વેન્ડિંગ મશીન પર જો પાણીની બોટલ મુસાફરની હોય તો વડોદરા સ્ટેશન પર એક લિટરના રૂ. 5 લેવાય છે. જ્યારે બોટલ સાથે મશીનથી પાણી ખરીદે તો રૂ. 8માં એક લિટર પાણી મળે છે. જ્યારે એક ગ્લાસ પાણી જોઇએ તો માત્ર રૂ.1માં અને ગ્લાસ સાથે રૂ.2માં મળે છે. ઓપરેટર મુજબ બોટલ આવતી હોય તો રોજ સ્ટેશન પર તમામ મશીનની 6000 જેટલી આવક થાય છે.

શેહરના રેલવે સ્ટેશન ખાતે વોટ વેન્ડિંગ મશીનના ઓપરેટરો છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત છતાં પણ ફરજ પર તૈનાત.

હજુ પાણીના રૂા.1 છે
વડોદરા રેલવે સ્ટેશન ખાતે તાજેતરમાં ટોઇલેટમાં યુરિનલનો ચાર્જ રૂ. 1 શરૂ કરાયો છે. જ્યારે અન્ય ચાર્જ વધ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે 300 મિલિ પાણીનો ચાર્જ રૂ.2 કરાયો છે. જ્યારે વડોદરા ડિવિઝનમાં હજુ માત્ર રૂ.1માં 300 મિલિ પાણી મળે છે.

કાંઇ કરી શકીએ નહીં
આઇઆરસીટીસીના નહીં પરંતુ અમે આપેલા કોન્ટ્રાકટરના કર્મચારીઓ છીએ. અમે કાંઇ કરી શકીએ નહીં. હજુ અમારી પાસે લેખિત ફરિયાદ પણ આવી નથી. પ્રભજ્યોત કૌર , આઇઆરસીટીસી, વડોદરા

હાલ આવક ઓછી છે
અમદાવાદ - વડોદરામાં હાલ આવક ઓછી છે. રોજ વડોદરામાં 2442 આવક થાય છે. રોજ પગાર રૂ. 4000 થાય , લાઇટબિલ આવે . જેથી પગાર મોડો થાય છે. જીતેન્દ્ર યાદવ ,સુપરવાઇઝર

મોંઘું પાણી પીવું પડે છે
હું વાપીથી અપડાઉન કરું છું. ફેરિયા બોટલના રૂ. 10 વસૂલે છે. મશીનથી પાણી લઇએ તો રૂ. 15 બચે. પરંતુ બોટલ ન હોય તો મોંઘું પાણી પીવું પડે: પુષ્પેન્દ્રસિંહ ચૌહાણ, મુસાફર

ફેક્ટ ફિગર
9 મશીન વડોદરા સ્ટેશન પર

13 ઓપરેટર

21 વડોદરા ડિવિઝનમાં મશીન

40 ઓપરેટર

7900 રૂપિયા એક ઓપરેટરનો માસિક પગાર

2442 રૂપિયા વડોદરા સ્ટેશનની રોજની તમામ મશીનની આવક

6000 બોટલ વડોદરા સ્ટેશને રોજ વેચાતું રેલનીર

400 બોટલ વડોદરા સ્ટેશને વોટર વેન્ડિંગ મશીન પર વેચાતી રોજ

અન્ય સમાચારો પણ છે...