તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Protest Against Penalties Against The Use Of Valid Plastic Bags 081519

માન્ય પ્લાસ્ટિક બેગ્સના વપરાશ સામે દંડનો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર વડોદરા વેપાર એસોસિયેશન અને પ્લાસ્ટિક પ્રોસેસર(ગુજરાત) એસોસિયેશન દ્વારા શુક્રવારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને માન્ય પ્લાસ્ટિકના ઉપયોગ બદલ દંડ મામલે રજૂઅાત કરી હતી.સત્તાધીશાેએ યોગ્ય કાર્યવાહી કરવાની બાંયધારી અાપી હતી.

સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટેનો વિચાર વહેતો કરવામાં અાવ્યો છે.જેને પગલે જિલ્લા તંત્ર દ્વારા પ્લાસ્ટિકના વપરાશ અંગે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં અાવી રહી છે.કામગીરીમાં 51 માઇક્રોનથી વધુ જાડાઇવાળા પ્લાસ્ટિકના ઉપયોગને માન્ય છે.ચેકિંગ દરમિયાન માન્ય માપદંડ- વાળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓને દંડાય છે,જેને કારણે હેરાન થવાનો અાવ્યો છે આ અંગે રજૂઆત કરાતા વેપારીઓને હેરાનગતિ ન થાય તેવી રીતે ચેકિંગની કામગીરી કરવાનું અાશ્વાસન અાપ્યું હતું. તેની સાથે નાની હેન્ડબેગના ઉપયોગ,પેપર ગ્લાસના ઉપયોગ, 65 ટકા પ્લાસ્ટિક પ્રોડક્ટ ધરાવતા રાજ્યમાં જી.ડી.પી પર અસર, પ્લાસ્ટિકના હાજર વિકલ્પ અંગે રજૂઅાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...