તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Processed In Front Of The Contractor Of Door To Door On Rajmahal Road 034534

રાજમહેલ રોડ પર ડોર ટુ ડોરના ઇજારદાર સામે કાર્યવાહી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રાજમહેલ રોડ પર રહીશોનો કચરો ઠાલવવાના બદલે રોડાં- છારું લઇ જનાર ડોર ટુ ડોરની કામગીરી સામે સ્થાનિક કાઉન્સિલરે બળાપો ઠાલવીને આંદોલનની ચીમકી આપતાં પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પેનલ્ટી કપાતનો કાર્યવાહી કરીને વોર્ડ ઓફિસરને સતોષકારક કામગીરી ન કરનાર સામે કઇક પગલાં લેવાની સૂચના જારી કરી છે.

રાજમહેલ કુમેદાન ફળિયામાં તાજેતરમાં ડોર ટુ ડોરનું વાહન ગયું હતું. આ વાહન પરના કર્મચારીઓએ ફળિયાના રહીશોનો કચરો લેવાનો ઇન્કાર કરી ત્યાંની કોમર્શિયલ બિલ્ડિંગનો કાટમાળ ઉઠાવ્યો હતો.જેનો સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવતાં રહીશો અને ડોર ટુ ડોરના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.જોકે, આ મામલે પાલિકાના કોંગ્રેસી કાઉન્સિલર બાળુુ સુુર્વેએ ગંભીરતા લેવા માટે મ્યુ.કમિશનરનું લેખિતમાં ધ્યાન દોર્યું હતું અને જવાબદારી નક્કી કરવાનો સંકેત આપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઉત્તર ઝોનના ડોર ટુ ડોરના કોન્ટ્રાકટરને રૂા.2 હજારની પેનલ્ટી કરી હતી અને તેની સાથે વોર્ડ નંબર 5ના વોર્ડ ઓફિસરને પણ લેખિતમાં સૂચના આપી હતી. ઇજારદાર સામે ટેન્ડરની શરતો મુજબ કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...