તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નંબર પ્લેટ સાથે ચેડાં કરતા 62 વાહન ચાલકો સામે કાર્યવાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સીસી ટીવી કેમેરા દ્વારા ટ્રાફિકના નિયમનનો ભંગ કરી રહેલા વાહન ચાલકોને ઓળખી લઇ તેમની સામે ઇ-મેમો જનરેટ કરવામાં આવે છે. જોકે કેટલાક વાહન ચાલકો ઇ-મેમોથી બચવા માટે પોતાના વાહનની નંબર પ્લેટ વાળી દઇ અથવા તેની પર પટ્ટી કે ચુંદડી બાંધી દેતા હોવાનું બહાર આવતાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. પોલીસે આવા 62 વાહન ચાલકોને ઝડપી લઇ તેમનાં વાહન ડિટેઇન કર્યાં હતાં.

ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે સીસી ટીવી કન્ટ્રોલ રૂમ દ્વારા નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઇ મેમો જનરેટ કરાય છે પણ કેટલાક વાહન ચાલકો સીસી ટીવી કેમેરામાં પોતાના વાહનનો યોગ્ય અને સાચો નંબર જોવા ના મળે તે માટે અને પોતાને ઇ-મેમો ના મળે તે માટે વાહનની નંબર પ્લેટ વાળી દઇ અથવા તેની પર કપડું કે ચુંદડી કે પટ્ટી લગાવી દેતા હોવાનું જોવા મળ્યું હતું, જેથી વિવિધ ચાર રસ્તા પર ખાસ ડ્રાઇવ યોજીને આવી નંબર પ્લેટ ધરાવનારા વાહન ચાલકોને રોકીને તેમની સામે કાર્યવાહી કરાઇ રહી છે. શનિવારે આવા 62 વાહન ચાલકો ઝડપાયા હતા.બીજી તરફ એક સપ્તાહમાં રોંગ સાઇડે આવતા 1298 વાહન ચાલકો તથા હેલ્મેટ ડ્રાઇવમાં 4618 વાહન ચાલકો અને ઇ-મેમો દ્વારા 15338 વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી. નો પાર્કિંગમાં વાહન મુકનારા 2865 વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો.

અન્ય સમાચારો પણ છે...