તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિયંકા ગાંધીને જનતા ક્યારેય નહીં સ્વીકારેઃ અનિતા સિંઘ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રિયંકા ગાંધીની સામાન્ય મહિલાઓ પર પકડ નથી અને ઉત્તરપ્રદેશની જનતા પ્રિયંકાને નહીં સ્વીકારે પણ ભાજપમાં સામાન્ય મહિલાઓ આગળ આવીને કામ કરી શકે છે તેમ ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિતા સિંઘે વડોદરામાં જણાવ્યું હતું.

શહેર ભાજપ કાર્યાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજસ્થાનના જયપુર જિલ્લાના ભરતપુર વિધાનસભાનાં ધારાસભ્ય અને ભાજપના મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિતા સિંઘે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં એક જ પરિવારના લોકો આગળ આવી શકે છે. જોકે ભાજપ જીતવાવાળી મહિલાઓને જરૂરથી ટિકિટ આપશે. ગુજરાતમાં કોંગ્રેસની સીડબ્લ્યુસી બેઠક મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં અનિતા સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પ્રિયંકા ગાંધી કે કોંગ્રેસને ક્યારેય નહીં સ્વીકારે. આગામી દિવસોમાં મહિલાઓના વિચાર જાણી તેમના વિચારો સંકલ્પ પત્રમાં રજૂ કરાશે અને ખાટલા બેઠકો કરી દરેક મહિલાની સમસ્યા અને વિચાર જાણવાનો પ્રયાસ કરાશે અને તેને પ્રધાનમંત્રી સુધી પહોંચાડાશે. તેવી જ રીતે, આગામી દિવસોમાં 8 થી 10 રાજ્યોની મહિલાઓની બેઠક મુંબઇમાં યોજાશે અને તેમાં મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષા વિજયા રાહટકર અને કેન્દ્રીય મંંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહેશે. ભાજપના મહિલા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષા ડો.જ્યોતિબેન પંડ્યા જણાવ્યું હતું કે, મહિલા મોરચા દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં ખાટલા બેઠક અને ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજશે. જેમાં મહિલાઓ પાસેથી ભાજપના મેનિફેસ્ટો માટેનાં સૂચનો મંગાશે. જેમાં ગુજરાતની મહિલાઓ શું ઇચ્છે છે તે જાણવા પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો