જેલમાં કેદીએ ડોલમાં સંતાડેલો મોબાઇલ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | મધ્યસ્થ જેલમાં કેદી દ્વારા પ્લાસ્ટિકની ડોલમાં સંતાડી રાખેલો સિમકાર્ડ સાથેનો મોબાઇલ ઝડપાતાં જેલ તંત્રે કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મધ્યસ્થ જેલના જેલર છત્રસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, 13 માર્ચે બપોરે 2:15 થી 2:40 દરમિયાન યાર્ડ નંબર 11 ની બેરેક નંબર 2માં બાતમીના આધારે તપાસ કરી પાકા કામના કેદી અનવર મહંમદ મેદા ઉર્ફે લાલા શેખની ઝડતી લીધી હતી. જેમાં બેરેકની અંદર સંડાસના દરવાજા પાસે પ્લાસ્ટિકની ડોલમાં છુપાવી રાખેલો સિમકાર્ડ સાથેનો મોબાઇલ ઝડપાયો હતો. કેદી અનવર વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...