તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બટન દબાવવાથી ભયનો મેસેજ 5 લોકોને પહોંચી જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થિનીઓએ ભયમાં મેસેજ પહોંચાડવાની એપ બનાવી તેને રજૂ કરી

વડોદરા | નિયોટેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા નિયોએક્ઝિબિટ યોજાયું હતું. જેમાં ફાઇનલ યરનાં વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જેમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગની વિનીતા જયસીંઘાની, સાહીન પટેલ અને વૈભવી પટેલના હાર્ડવેર વેરેબલ પ્રોજેક્ટ અને એપ્લીકેશનને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં બે પાર્ટ છે હાર્ડવેર અને એપ્લિકેશન. પ્રોજેક્ટ વિશે માહિતી આપતા વૈભવી પટેલે જણાવ્યુ હતું કે, એપ્લિકેશન્સમાં હજુ પણ અસલામતીનો ડર છે. જેને દૂર કરવા અમે હાર્ડવેર વેરેબલ પ્રોજેક્ટ અને એપ બનાવી છે. જે કોઇ પણ તકલીફમાં મોબાઇલ એક્સિસિબલ બનાવે છે. એપમાં એક બટન દબાવવાથી 5 ચોક્કસ લોકોને તમારા ભયનો મેસેજ પહોંચી જશે.

અન્ય સમાચારો પણ છે...