તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Presentation To Install 4 Teachers In 1 Room To Check The Answer 074049

ઉત્તરવહી તપાસવા 1 રૂમમાં 4 શિક્ષક બેસાડવા રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના ભય હેઠળ હાલ બોર્ડની ઉત્તરવહીઓ ચકાસાઈ રહી છે. મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી કરતાં કેન્દ્રો પર ક્લાસની સંખ્યા વધારવાની માગ શિક્ષક સંઘો દ્વારા કરાઈ હતી. અત્યારે એક કેન્દ્ર પર 150 શિક્ષકો ઉત્તરવહી ચકાસણીનું કાર્ય કરે છે, જેમાં એક ક્લાસમાં 20 શિક્ષકો ઉત્તરવહી ચકાસી રહ્યાં છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂઆત કરાઈ કે, મૂલ્યાંકન કેન્દ્રો પર ક્લાસની સંખ્યા વધારાય. એક ક્લાસમાં 20ને બદલે 4 કે 5 શિક્ષકો જ ચકાસણી માટે મૂકવાં જોઇએ. ઉપરાંત કેન્દ્રો પર સેનિટાઇઝર મૂકવા માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...