• Gujarati News
  • National
  • Vadodara News Presentation Of Lecture And Solo Drama Will Be Presented For The Birth Anniversary Of 118th Birth Anniversary 074558

118 મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન અને એકાંકી નાટકની પ્રસ્તુતિ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
MSUની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના નાટ્ય વિભાગ દ્વારા સેટર થિયેટર, પ્રો. સી.સી. મહેતા ઓડિટોરિયમ અને અક્ષરા વડોદરાના સહયોગથી પ્રો. સી.સી. મહેતાની 118 મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન તથા એક અંકી ગુજરાતી નાટકની પ્રસ્તુતિ કરવામાં આવશે. પ્રો. સી.સી. મહેતા ઓડિટોરીયમ ખાતે 6 એપ્રિલના રોજ સાંજે 7 કલાકે યોજાનાર છે.

પ્રો.સી.સી.મહેતા MSU સાથે સંલગ્ન હતા
પ્રો. ચંન્દ્રવદન મહેતાનો જન્મ 6 એપ્રિલના રોજ ઇ.સ. 1901માં સુરતમાં થયો હતો. એમ.એસ.યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન રહ્યા હતા. વિદેશના પ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં હતા.

1962માં ચં.ચીને પદ્મશ્રી પુરસ્કાર અપાયો હતો
મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષથી સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, રંગભૂમિની સૂઝથી લખાયેલાં, તખ્તાને જીવંત કરતાં એમનાં નાટકોની સંખ્યા મોટી છે. 1962માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. 1971માં તેમને ભારતની સંગીત, નૃત્ય અને નાટ્ય અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...