તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Prema Said Jones Is 15 Years Younger Than Priyanka Chopra You Are 9 Years Younger Than Me I Will Be Married To 18 Years Of Age 073505

પ્રેમાએ કહ્યું, પ્રિયંકા ચોપરાથી જોન્સ 15 વર્ષ નાનો છે, તું મારાથી 9 વર્ષ નાનો છે, 18 વર્ષનો થાય એટલે પરણી જઇશું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અજીબો ગરીબ કિસ્સો આવ્યો છે. પ્રેમી યુવરાજ સામે દુષ્કર્મની ફરિયાદ કરવા 24 વર્ષીય પ્રેમાએ યુવરાજના પિતાના દુશ્મન જીતેશ સાથે હાથ મિલાવ્યા હતાં. 8 દિવસમાં જ પ્રેમાને જીતેશ સાથે વાંકૂ પડતા તેણે ધમકી આપ્યાની ફરિયાદ કરી હતી. તો જીતેશના 15 વર્ષીય પુત્ર નિકિતે પ્રેમાએ શારીરિક અડપલા કર્યા હોવાની પોલીસ કમિશ્નરને અરજી આપી છે. ( યુવરાજ સિવાયના તમામ પાત્રોના નામ બદલ્યા છે.)

છાણીની પ્રેમાને શેરખીના યુવરાજસિંહ પરમાર સાથે પ્રેમસંબંધ હતાં. પ્રેમીએ મંદિરમાં મંગળસૂત્ર પહેરાવી લગ્ન કરી તેની સાથે હોટલમાં શરીર સંબંધ બાંધ્યા હતાં. યુવરાજે લગ્નનો ઇનકાર કરી દેતા પ્રેમાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ કરી હતી. 22 માર્ચે અન્ય યુવતી સાથે કારમાં બેઠેલા પ્રેમીએ અકસ્માત કર્યો હોવાનો પણ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ કરવા માટે પ્રેમાએ અંદાજે 42 વર્ષના સુરતના જીતેશની મદદ લીધી હતી. જીતેશે તેના 15 વર્ષના પુત્ર સાથે 10 થી વધુ દિવસ પ્રેમાના જ ઘરે ધામા નાખ્યા હતાં. જીતેશને યુવરાજના પિતા મહિપતસિંહ વચ્ચે અગાઉ રૂપિયાના મુદ્દે દુશ્મની ઉભી થતા તેણે પ્રેમાને પીઠબળ પૂરુ પાડ્યું હતું.

પરંતુ 8 દિવસમાં જ જીતેશ અને પ્રેમા વચ્ચે ડખો પડ્યો હતો. જીતેેશે યુવરાજની તરફેણમાં રહીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા પ્રેમાએ 12 એપ્રિલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેના 3 દિવસ બાદ જીતેશના 15 વર્ષના પુત્ર નિકિતે પોલીસ કમિશ્નરને અરજી કરી છે, જેમાં પ્રેમા ઘરમાં એકલાતાનો લાભ લઇ તેના શારીરિક અડપલા કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેણે ઘરમાં અલગ અલગ રીતે સેલ્ફીથી ફોટા લીધા છે. એટલું જ નહિ પ્રિયંકા ચોપરાથી નિક જોન્સ 15 વર્ષ નાનો છે, તું તો માત્ર 9 વર્ષ નાનો છે, 18 વર્ષનો થાય એટલે પરણી જઇશું તેવું કહ્યું હોવાનું પણ અરજીમાં જણાવ્યું છે પીઆઇ એન.એ. વાઘેલાએ કહ્યું કે, યુવરાજે આગોતરા જામીન મૂક્યા છે. તેની શોધખોળ કરી રહ્યા છીએ.

પ્રેમાએ યુવરાજની પૂર્વ પ્રેમિકા હેતલને કરેલા કોલની ઓડિયો વાઇરલ
પ્રેમાએ યુવરાજ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કર્યા બાદ તેની પૂર્વ પ્રેમીકા હેતલને પણ કોલ કર્યો હતો. યુવરાજે તેની સાથે શું કર્યું તેની અથથી ઇતિ પણ સંભળાવી હતી. પૂર્વ પ્રેમિકાએ યુવરાજના માતા-પિતા અને દીદીનો શું વાંક ? , તું આકરા પગલાં ભરવા કરતાં તેને મારી જેમ છોડી દે તેવી સલાહ આપી હતી. જોકે, પ્રેમાએ એફઆઇઆર કરી દીધી છે, હું કેસ લડીશ પછી ભલે એ 10 વર્ષ- 12 વર્ષ જેલમાં રહે. મારે હવે કોઇની સાથે લગ્ન નથી કરવા. મારે તો બસ, હવે સલૂન ખોલવું છે તેમ કહ્યું હતું. યુવરાજમાં હ્દય હશે તો અફસોસ થતો જ હશે. તેવું પણ જણાવ્યું હતું.

મહિપતસિંહ જીતેશની પત્ની પાસેથી 20 લાખ લઇ ગયો હોઇ બદલો લેવા માગતો હતો
હું માંજલપુર ગઇ ત્યારે જીતેશના બહેન-બનેવીએ મને જીતેશનો નંબર આપ્યો હતો. યુવરાજના પિતા મહિપતસિંહે જીતેશની પત્ની પાસેથી 20 લાખ લીધા હતાં. તેનો જીતેશ બદલો લેવા માગતો હતો. જેથી હું તારી મદદ કરીશ, 10-15 લાખ ખર્ચ કરવા પણ તૈયારી બતાવી હતી. યુવરાજ સામે એફઆઇઆર કરવા સુધી મદદ કરી હતી. તેના બીજા જ દિવસે પુત્ર નિકેત ને મારા ઘરે છોડી અંબાજી જતો રહ્યો હતો. તે અમદાવાદ જવાની હતી ત્યારે અન્ય કોઇની સાથે વાત કરવાના મુદ્દે જીતેશે ઝઘડો કર્યો હતો. મેં તને કેસ કરવામાં મદદ કરી છે તેમ કહી રૂા. 5 લાખની માગણી કરી હતી. 13મીએ બપોરે તેના પુત્રે મારી પાછળ રિક્ષામાં અવરજવરમાં 1200 રૂપિયા ખર્ચ કર્યો છે તે આપવા માગણી કરી હતી. મારા ઘરે પોલીસ મોકલી હતી. પોલીસ સ્ટેશનમાં તેને રૂા. 700 આપ્યા પછી તે ગયો હતો. તેની સાથે અડપલાં કર્યા હોવાની વાત ઉપજાવી કાઢેલી છે.

પ્રેમા 72 માંથી 58 કલાક મારી સાથે ઓનલાઇન રહી વાતો કરતી હતી : જીતેશ
પ્રેમા યુવરાજનું લગ્ન નક્કી થયું તે છોકરીને શોધવા માંજલપુર આવી હતી. પરિચિતે તેને મારો નંબર આપ્યો હતો. અમારી વચ્ચે વાત થતાં મેં મદદ કરવાની તૈયારી બતાવી હતી. 72માંથી 58 કલાક તે મારી સાથે ઓનલાઇન રહી હતી. અમારી વચ્ચે સેક્સની વાત થતી હતી. તેણે મને પ્રેમલગ્ન કરી સરદારનગરના ઘરમાં રહેવા જવાનું કહ્યું હતું પણ મારો પુત્ર 15 વર્ષનો હોવાથી 18 વર્ષનો થાય ત્યારપછી જ વિચારવાનું કહ્યું હતું. અમારી વચ્ચે કોઇ પ્રેેમસંબંધ નહતો. મને એવું લાગ્યું છે છોકરી ખોટુ કરી રહી છે એટલે અલગ થઇ ગયો. તેણે મારા છોકરા સાથે અડપલાં કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...