તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Prabhaj Ghanson39s Origin Is In Vadodara Bharatlalji Has Created 39muddangpura39 042520

પખાવજના ઘરાનાઓનું મૂળ વડોદરામાં, ‘મૃદંગપુરાણ’ ભરતલાલજીએ રચ્યું છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં મ્યુઝિક કોલેજના પ્રાધ્યાપક ભરતલાલજી વ્યાસનું ધ્રુપદમાં મોટું નામ છે. તેઓ રૂદ્ર વિણાવાદન પણ કરતા. તેમને પખાવજનું જ્ઞાન પણ હતું. તેમણે સૌથી મોટો ગ્રંથ મૃદંગપુરાણ આપ્યો છે. પખાવજના ઘરાનાનું મૂળ વડોદરા છે. પંજાબ, કૌધ્વસી, નાના પાવસે ઘરાનાના ગુરૂ બાબા ભવાની દાસ વડોદરા હતા. આ વાતનો ઉલ્લેખ ભારતના સંગીત રત્નોમાં કરેલ છે. ખંડેરાવના સમયમાં પખાવજવાદક તરીકે પંજાબ ઘરાનાનાં ઉસ્તાદ નાસરખાન સાહેબની વાદન પરંપરાનું નામ મોખરે છે. તેમના શિષ્ય પં. બક્ષી અને બક્ષીના શિષ્ય ધનસુખ દામોદરદાસ કાછીયા પટેલ પખાવજ વાદનમાં વડોદરાનું નામ આગળ લાવ્યા હતા.

દ્રુપદ ગાયિકા અન્નપૂર્ણાદેવીનો વડોદરા સાથે અતૂટ સબંધ છે
મા અન્નપૂર્ણાદેવીએ ગણ્યાગાંઠ્યા કાર્યક્રમોમાં જ સુરબહાર વગાડ્યું, પણ વાદન એવું હતું કે સરકારે પદ્મશ્રી આપ્યો. તેઓ અલાઉદ્દીન ખાનના દીકરી હતા. તેમણે પં હરિપ્રસાદ ચોરસીયા, પં.નિખિલ બેનર્જી, પં.શિવકુમાર શર્મા, જેવા કલાકારો આપ્યા છે. ધ્રુપદ શૈલી અન્નપુર્ણાજી સુર બહાર પર વગાડતા હતા. ધ્રુવપદ ગાયિકા અને વડોદરાનો અતુટ સંબંધ છે.

ભરત લાલજી વ્યાસ

દલસુખ દામોદર કાછિયા પટેલ

પખાવજ અને અન્નપૂર્ણાદેવીના માનમાં આ નાદોત્સવ યોજાઇ રહ્યો છે
નાદબ્રહ્મ સંસ્થા દ્વારા નાદોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાદોત્સવમાં ધ્રુવપદ, વોકલ, પખવાજ, તબલા, હારમોનિયમની રજૂઆત થશે. આ કાર્યક્રમ 12 જાન્યુઆરી સાંજે 8:00 વાગે લક્ષ્મીનારાયણ મંદિર, માંજલપુર ખાતે યોજાશે. તબલાનો વર્કશોપ પણ યોજાશે. કાર્યક્રમ વડોદરાના પખાવજમાં પદાર્પણ અને અન્નપૂર્ણા દેવીના માનમા યોજાઇ રહ્યો છે.

અન્નપુર્ણા દેવી

નાસાર ખાન

અન્ય સમાચારો પણ છે...