વુડાના આવાસોના ભરેલા ફોર્મ લેવાનું સ્થગિત કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેવાસી,ભાયલી,બીલ,ખાનપુર-સેવાસી વિસ્તારમાં આકાર લેનારા વુડાના ઇડબલ્યુએસના 2816 આવાસો માટેના ફોર્મ ભરીને પરત કરવાની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત કરાઈ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે ઘરનું ઘર બને તે માટે ઇડબલ્યુએસના આવાસોની સ્કીમ માટેના વુડાએ ફોર્મ છપાવીને મૂકયા હતા અને 2816 આવાસો સામે 9 હજાર ફોર્મ ચપોચપ ઉપડી ગયા હતા. જયારે, ફોર્મ પરત કરવાની મુદતના પ્રથમ તબક્કે જ 1500 ફોર્મ ભરાઇને પાછા આવી ગયા હતા.લોકડાઉનની સ્થિતિ વચ્ચે વુડાએ તા.1થી 4 એપ્રિલ સુધી ફરી ફોર્મ સ્વીકારીશુ તેવી જાહેરાત કરી હતી. તેના માટે નવી તારીખ જાહેર કરાશે તેમ મુખ્ય કારોબારી અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...