• Gujarati News
  • National
  • Vadodara News Postponement Of Standing Committee Meeting When All Members Are Absent 073155

તમામ સભ્યો ગેરહાજર રહેતાં સ્થાયી સમિતિની બેઠક મુલતવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનની સ્થિતિ વચ્ચે સ્થાયી સમિતિની બોલાવેલી બેઠકમાં અધ્યક્ષ સહિત સભ્યો ગેરહાજર રહેતા બેઠક કોરમના અભાવે મુલતવી રહી હતી.

21 દિવસના જાહેર કરેલા લોકડાઉન પૂર્વે પાલિકાની સ્થાયી સમિતિનો એજન્ડા નીકળી ગયો હતો. સ્થાયી સમિતિની બેઠક ગુરુવારે સાંજે સાડા ચાર વાગે બોલાવવાઇ હતી અને તેમાં ડ્રેનેજ પ્રોજેકટ વિભાગના બે કામોની દરખાસ્ત મંજુરી માટે રજૂ કરાઈ હતી. જીપીએમસી એેક્ટની કલમ 67(3)(સી) હેઠળ રૂા.20 લાખ બિલને મંજુરી આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયીમાં રજૂ કરાઈ હતી.શહેરમાં લોકડાઉનનો કડક અમલ શરૂ થતાં પાલિકાનું તંત્ર પણ જોતરાઇ ગયું છે. આ સંજોગોમાં, પાલિકાની સ્થાયી સમિતિના 12 પૈકી એકપણ સભ્ય સમયસર હાજર ન રહેતા સભા સેક્રેટરીએ કોરમના અભાવે બેઠક મુલતવી કરવાનો નિર્ણય કર્યો હતો. લોકડાઉન 21 દિવસનું રહેવાનું હોવાથી આગામી સ્થાયી સમિતિનો એજન્ડા જારી કરવાની શકયતા હવે નહીવત છે.

લોકડાઉનનના કારણે સર્જાયેલી સ્થિતિમાં કોઈ હાજર ના રહ્યું

20 લાખના બિલને મંજૂરીની દરખાસ્ત મુકાઈ હતી

અન્ય સમાચારો પણ છે...