તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદૂષણ બોર્ડના પૂર્વ કર્મીની મિલીભગતથી ચાલતંુ ઔદ્યોગિક કચરાના નિકાલનું કૌભાંડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રકૃતિ સુરક્ષા મંડળની સક્રિયતાના કારણે શહેર નજીક સાવલી ખાતે ઓદ્યોગીક કચરાનાે ગેરકાયદે નિકાલ કરતા ટેમ્પા ચાલકને પકડવામાં ં સફળતા મળી છે.મંડળના જણાવ્યા મુજબ, મામલાની વધુ તપાસ થતા કચરાના ગેરકાયદેસર નિકાલમાં ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડના પુર્વ કર્મચારીની સંડોવણી હોવાની વાત બહાર આવી હતી.

સુરત ખાતે જોખમી ઓદ્યોગીક કચરાના નિકાલ કરતા બે લોકોનું મોત થયું હતું.વડોદરા જીલ્લામાં અંજેસર પાસે આવેલ સચ્ચિદાનંદ મીનરલ કંપની આવેલી છે.કંપની સોલવન્ટ રીકવરી પ્રોસેસ સાથે સંકળાયેલી છે.કંપનીમાં ઉદ્ભવતો ઓદ્યોગીક કચરાના અનેક બેરલ ભરીને ટેમ્પામાં લાવી સાવલી તાલુકાના ભાદોલ ગામે ગેરકાયદે ઠલવાતો હતો.વાત પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક જી.પી.સી.બી નો સંપર્ક સાધ્યો હતો.જી.પી.સી.બીએ કચરો ઠલવાતો હતો તે જગ્યાએ ટીમ નિરિક્ષણ માટે મોકલી હતી.ટીમ દ્વારા જગ્યાના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જમીન માલિક સાથે વાતચીતમાં જમીન માલિક દેવજી પરમાર જી.પી.સી.બી.નો પુર્વ કર્મચારી હોવાનું જાણવા મળ્યું હતું.ટીમ દ્વારા સચ્ચિદાનંદ મીનરલ કંપની માં જઇને પણ તપાસ કરાઈ હતી.જી.પી.સી.બી.દ્વારા સચ્ચિદાનંદ મીનરલ કંપનીની આસપાસની કંપનીઓમાં પણ શંકાના અાધારે તપાસ કરાઈ હતી.અગાઉ ઓદ્યોગીક કચરાના ગેરકાયદે નિકાલ મામલે ગુનગારો સામે પાસા કરાઈ છે..પ્રકૃતિ સુરક્ષા મંડળે આ મામલે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો