મતદાન વેળા રીઢા ગુનેગારો પર પોલીસની સતત વોચ

Vadodara News - police39s continuous watch on abusive criminals during voting 070540

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:05 AM IST
મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે એકશન પ્લાન બનાવ્યો હતો.

સામાન્ય રીતે ક્રાઇમ બ્રાન્ચ,પીસીબી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા હોય છે. પોલીસ કમિશ્નરે તમામ પોલીસ કર્મચારીઓને ફરજિયાત યુનિફોર્મ પહેરવાનો આદેશ આપી દીધો હતો. જેથી કોઇ વ્યક્તિ પોલીસ સાથે ઘર્ષણમાં ન ઉતરે અને મતદાન શાંતી પૂવર્ક રીતે પૂર્ણ થાય. આ ઉપરાંત અગાઉની ચૂંટણીમાં મારામારી કરી હોય તેવા લોકો અને કેટલાક વિસ્તાર તેમજ હિસ્ટ્રીશીટરો પર સતત નજર રખાવતાં કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. ઉલ્લેખનિય છે કે મતદાન દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બનતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

સાયબર સેલ પો. સ્ટેશનમાં મતદાન

સ્કૂલોમાં મતદાન મથક હોય તે સમજી શકાય પણ શહેરમાં એક મતદાન મથક ક્રાઇમ બ્રાન્ચમાં આવેલું હતું. એટલું જ નહીં એક બૂથ તો સાયબર સેલ પોલીસ સ્ટેશન હતું. રોજ જ્યાં પોલીસ કર્મચારીઓ બેસતા હતા ત્યાં આજે મતદાન થઇ રહ્યું હતું.

X
Vadodara News - police39s continuous watch on abusive criminals during voting 070540
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી