તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મવીર જાડેજાને ઝડપી પાડવા માટે પોલીસના છાપા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઅારઆઇ મહિલાની મિલકતો બારોબાર વેચાણ કરી છેતરપિંડી કરનાર કૌભાંડી ધર્મવીર જાડેજા, આણંદના બે સાક્ષી બસીર અને ઐયુબ તેમજ સુનંદાના ડ્રાઇવર ઠાકોરને પકડવા પોલીસે ઠેર ઠેર છાપા માર્યા છે, પણ કોઇ પતો મળ્યો નથી. ડીસીબીની એક ટીમ શોધખોળ માટે મુંબઇ પણ પહોંચી છે. પોલીસે અમદાવાદમાં પણ ધર્મવીરની શોધખોળ કરી હતી પણ પોલીસ ખાલી હાથે પરત ફરી હતી.બીજી બાજુ પોલીસે સુનંદા પટેલનું સીઆરપીસીની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન લઇ સાક્ષી બનાવવાની પણ વિચારણા કરી છે. જાડેજાની ધરપકડ બાદ જ નાણાકિય મદદ કરનારા શખ્સોના નામો ખૂલે તેવી શક્યતા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...