તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે વૃદ્ધાના 3 હત્યારાને લઇ રિકન્સ્ટ્રકશન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂનાની વૃદ્ધા કેસરબાઇની હત્યામાં પકડાયેલા 3 સોપારી કીલરોને લઇ પીસીબીની ટીમે બુધવારે રિકન્સ્ટ્રકશન કર્યું હતું. હત્યાનો પ્લાન બનાવ્યો હતો તે સ્થળથી લઇ સમગ્ર રૂટનું લાઇવ પંચનામુ કરી હત્યાની ફરિયાદ કરનાર પૂર્વ સરપંચની વિગતવાર પૂછતાછ કરી હતી.

સાંજે ત્રણે હત્યારાનો વાઘોડિયા પોલીસને કબજો સોંપાયો હતો. કિર્તીસ્તંભ પર ચાઇનીઝની લારી ચલાવતી અનુ પેમ્બાસિંગ તીબેટીયને સાસુ કેસરબાઇની હત્યા કરવા માટે પ્રેમી દિનેશ શર્મા સાથે મળી રૂા. 2 લાખની સોપારી આપી હતી. હત્યાના 10 વર્ષ બાદ ગુનાનો ભેદ ઉકેલી પીસીબી પીઆઇ આર.સી. કાનમિયા સહિતની ટીમે અનુ સહિત 4 ની ધરપકડ કરી હતી.

બુધવારે દિનેશ ગીરીરાજ શર્મા, મુકેશ કાળીદાસ કહાર અને કિશોર તારકચંદ કહારને લઇ પીસીબીએ રિકન્સ્ટ્રકશન કર્યું હતું. કિર્તીસ્તંભ થી આજવા ચોકડી થઇ રવાલની સીમમાં જઇ કેસરબાઇની હત્યાને અંજામ આપ્યો હોઇ લાઇવ પંચનામુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...