તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Police In The Matter Of Not Filing A Medical Treatment From The Bankers Hospital 075512

બેંકર્સ હોસ્પિટલમાંથી સારવારની ફાઇલ ન આપતાં મામલો પોલીસમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારસિયા રોડની બેંકર્સ હોસ્પિટલમાં પિતાની સારવારમાં સ્ટાફની ગેરરીતિની ફરિયાદ કરનાર બે બહેનો શુક્રવારે સારવારની ફાઇલ લેવા જતાં સિક્યુરિટીએ અટકાવી હતી. હોબાળા વચ્ચે અપરિચિત ગ્રૂપના યુવાઓ પણ બંને બહેનોની મદદે આવ્યા બાદ મામલો વારસિયા પોલીસ સ્ટેશને પહોંચતા આખરે હોસ્પિટલ સત્તાધીશોએ ફાઇલ આપી દીધી હતી.

હરણી-વારસિયા રોડની આર્શિવાદ સોસાયટીમાં રહેતી અંકિતા અને ચાંદની ઠક્કરે તેમના પિતાને સારવાર માટે વારસિયા રોડની બેંકર્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. અગાઉ સ્ટાફની ગેરરીતિના મુદ્દે બંને બહેનોએ ફરિયાદ કહી હતી. પિતાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવા હોઇ તેમની મેડિકલ તપાસની ફાઇલ લઇ જવા બંને બહેનો શુક્રવારે બેંકર્સ હોસ્પિટલમાં ગઇ હતી.

જ્યાં બંનેને સિક્યુરિટીએ અટકાવતા વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...