તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેકસ રેકેટના મુખ્ય સૂત્રધારને શોધવા પોલીસના સુરતમાં છાપા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કારેલીબાગ એમઆઇજી ફ્લેટમાં તથા છાણીમાંથી ઝડપાયેલા સેક્સ રેકેટનો મુખ્ય સુત્રધાર સુરતનો અલઅમિન નામનો શખ્સ હોવાનું બહાર આવ્યા બાદ કારેલીબાગ પોલીસની એક ટીમ સુરત પહોંચી હતી અને અલઅમિનને પકડવા ત્રણ સ્થળે છાપા માર્યા હતા. જો કે તે અલઅમિન મળી આવ્યો ન હતો. અલઅમિન શહેરના દલાલોને યુવતીઓ સપ્લાય કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મકરપુરા ડેપો પાસેથી અભયમને મળેલી યુવતીની પૂછપરછમાં કારેલીબાગના બુદ્ધદેવ કોલોની પાસેના એમઆઇજી ફ્લેટમાં મકાન ભાડે રાખીને ચલાવાતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ મામલે તબક્કા વાર દલાલો વિજય ઉર્ફે બીજેન્દ્ર ઉર્ફે બજેન્દ્ર ગુપ્તા તથા અન્ના ઉર્ફે એમટીજ ઉર્ફે ઇમ્તીયાઝ ઉકીલ શેખ, સુનિતા પ્રકાશ કોરી, અંકિત ઉર્ફે અનિકેત રાઠોડ, કિશોર ભારતી તથા ભીખો ઉર્ફે રવિ વાનાણી તેમના તેમના ભાગીદારો મનિષ ઠક્કર, રાજેશ ઉર્ફે રાજુ મોરેને ઝડપી લીધા હતા. સુરતનો દલાલ અલઅમિન મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યા બાદ તેને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...