તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Police Crack Down On Online Cheating Complaint One Conviction On 8 Counts 080008

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે ઓનલાઇન ચીટિંગની ફરિયાદનું મુહુર્ત કાઢયું : એક સામટાં 8 ગુના દાખલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચવટી રાજદિપ સોસાયટીમાં રહેતા વિશાલ રમણલાલ લબાનાએ ફરિયાદ કરી હતી કે તેને મોડેલિંગનો શોખ હોવાથી ઇન્ટરનેટ પર અલગ અલગ વેબસાઇટમાં બાયોડેટા મૂકેલો છે. 14 ઓક્ટોબરે કવિતા નામની યુવતીએ ફોન કરી તમે ફોટો શૂટ કરાવવા માગતા હોવ તો ગોવા ફોટો શૂટ રેડી છે. યુવકે હા પાડ્યા બાદ દાનેશ નામની વ્યક્તિએ ફોન કરી ફ્લાઇટ અને હોટેલ બુકિંગ ફ્રી છે પણ તમારે શગુનના 5 હજાર મેડમ કાન્તા પંજાબીને આપવા પડશે તેમ કહી કાંતાનો એકાઉન્ટ નંબર આપ્યો હતો. ત્યારબાદ દાનેશે કાન્તાના ખાતામાં ટુકડે ટુકડે 35 હજાર જમા કરાવડાવ્યા બાદ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.

ડેટા એન્ટ્રીની જોબના નામે 24 હજાર પડાવ્યા
વાઘોડિયા રોડ પર પુષ્પમ્ રેસિ.માં રહેતા ગૌરવ જશવંત પંચાલ ફરિયાદ નોંધાવી હતી કે પ્રિયા વર્મા, નિતીશ કુમાર, જગદીશ અને રાહુલ શર્મા નામનાં શખ્સોએ એમેઝોન કંપનીમાં ઓનલાઇન ડેટા એન્ટ્રી માટે જોબ અપાવવાના નામે તેમનો સંપર્ક કર્યો હતો. ચારેય ભેજાબાજોએ નોકરી અપાવવાનું કાવતરું રચી નોકરી અપાવવાના નામે જુદાં જુદાં બહાનાં બતાવી તેમની પાસેથી એક માસમાં અલગ અલગ તબક્કામાં 24 હજાર પિમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઇન પડાવી લીધા હતા.

સસ્તાે મોબાઇલ ફોન લેવામાં 5500 ગયા
શહેરના વાઘોડિયા રોડ, વૈકુંઠ સોસાયટીમાં રહેતા દિનબંધુ બાબુભાઇ ભટ્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ઇન્સ્ટાગ્રામ પર કોઇ શખ્સે તેના પેઇજ પર સસ્તા ભાવે 22 હજારમાં આઇફોન વેચવા મૂક્યો હતો, જેથી તેમણે તેનો સંપર્ક કર્યો હતો. આ શખ્સે 5500 રૂપિયા પેટીએમથી તેના એકાઉન્ટમાં જમા કરાવવા જણાવતાં તેમણે પૈસા ચૂકવ્યા હતા અને તેને ઇન્સ્ટાગ્રામ ચેટમાં તમામ વિગતો આપી હતી. ત્યારબાદ આ શખ્સે મોબાઇલનું પાર્સલ મોકલશે તેમ જણાવ્યું હતું પણ કોઇ પાર્સલ આવ્યું ન હતું. તેમણે તેમને ફોન કરતાં ફોન બંધ બતાવતો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખોટા IFC કોડથી બીજા ખાતામાં પૈસા જતા રહ્યા
સોમા તલાવ નંદવાટીકામાં રહેતા દેવરાજ ગુર્જરને તેમના કાકાને પૈસા મોકલવાના હોવાથી ગૂગલ પે એપમાં તેમના કાકાનો બેંક એકાઉન્ટ નંબર નાંખ્યો હતો, જેમાં બેંકના આઇએફસી કોડની જરૂર પડતાં તેમણે એપ્લિકેશનમાં આઇએફસી કોડ સર્ચ ઓપ્શનમાં જઇને બેંકનો આઇએફસી કોડ પસંદ કર્યો હતો અને ત્યારબાદ 40 હજાર જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેમણે બેંકમાં તપાસ કરી હતી પણ પૈસા જમા કરાવ્યા ન હતા, જેથી તેમણે ગૂગલ પેના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી. કસ્ટમર કેરે આ યુવકે ખોટો આઇએફસી કોડ પસંદ કર્યો હોવાથી બીજી બેંકના ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું.

બેંકની માહિતી કે ઓટીપી નંબર ક્યારેય શેર ન કરવો જોઇએ
 સાઇબર ક્રિમિનલ્સ મોંઘી વસ્તુઓ સસ્તામાં અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરે છે. ક્યારેય ઓનલાઇન કપડાં કે ઇલેક્ટ્રોનિક ચીજો મંગાવવી ના જોઇએ. કોઇ પણ બેંક કે સરકારી સંસ્થા ગ્રાહકની ડિટેઇલ માંગતી નથી, જેથી કોઇ વ્યક્તિ ફોન કરીને ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી માંગે, આધાર કાર્ડની માહિતી માંગે કે વેરિફિકેશનના નામે ઓટીપી નંબર માંગે તો માહિતી આપવી ના જોઇએ. જોબ પોર્ટલો મોટાભાગે છેતરપિંડી જ આચરે છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ટીકટોક પર સ્પોન્સર્ડ એડ દ્વારા સૌથી વધુ ચીટિંગ આચરવામાં આવે છે. મયુર ભુસાવળકર, સાઇબર એક્સપર્ટ

પેટીએમના KYCના નામે 39 હજારની ખરીદી
મકરપુરામાં રહેતા વૃદ્ધ સંતરાજ લછુરામ અરોરાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમના ફોન પર મેસેજ આવ્યો હતો અને તમારા પેટીએમનું કેવાયસી પૂરું થઇ ગયું હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ એક શખ્સે ફોન કરી પેટીએમનું કેવાયસી રિન્યૂ કરાવવા જણાવ્યું હતું અને તેના કહેવા મુજબ તેમણે ફોનમાં ટીમ વ્યૂ નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને ત્યારબાદ તમારે 1 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે તેમ જણાવી ટીમ વ્યૂમાં ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી દો તેમ કહેતાં વૃદ્ધે ક્રેડિટ કાર્ડનો નંબર અને સીવીસી નંબર નાંખ્યો હતો.ગઠિયાએ વૃદ્ધને વાતોમાં વ્યસ્ત રાખી એમેઝાેનમાંથી 39 હજારની ખરીદી કરી હતી.

આઇફોન મંગાવ્યો તો ઘડિયાળ મોકલી આપી
માંજલપુરમાં રહેતા રાજેશ ભટ્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમણે ઓનલાઇન વેબસાઇટ પરથી 3950 રૂપિયાની કિંમતના આઇફોનની ખરીદી કરી હતી.ત્યારબાદ તેમના ઘેર પાર્સલ આવ્યું હતું પણ પાર્સલ પરનું બિલ ફાટેલું જણાતાં તેમનાં પત્નીને શંકા ગઇ હતી પણ કુરિયર બોયે રસ્તામાં ફાટી ગયું હશે તેમ જણાવ્યું હતું. તેમણે કુરિયર બોયને પેમેન્ટ કર્યા બાદ પાર્સલ ખોલતાં તેમાંથી આઇફોનના બદલે ઘડિયાળ નિકળી હતી. તેમણે કુરિયર કંપનીમાં આ બાબતે ફરિયાદ કરી હતી અને પાર્સલના પૈસા રોકી દેવા જણાવ્યું હતું. જોકે પૈસા રોકવા કુરિયર કંપની તૈયાર ના થતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.

વડોદરા. લોકો સાથે ઓનલાઇન ચીટિંગ કરીને 1.78 લાખ રૂપિયા ઉપાડી લેવાના તથા મંગાવેલી ચીજોના બદલે અન્ય ચીજો મોકલી આપવાના 8 બનાવો છેલ્લા 2 દિવસમાં પોલીસ ચોપડે નોંધાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આગમન પૂર્વે પોલીસે વડોદરા સહિતના શહેરોમાં સાઇબર ગુના નોંધવા ઓચિંતી સર્તકતા દાખવી હતી.
ઓનલાઇન ચોલી મંગાવતાં જૂની સાડી મળી
માંજલપુરની મહિલાએ ઓનલાઇન વેબસાઇટ પરથી વુમન લેેંધા અને ચોલીનો ઓર્ડર કર્યો હતો. 750 રૂપિયાની કિંમતની આ બંને ચીજો મળ્યા બાદ પૈસા ચૂકવવાના હતા. જોકે ત્યારબાદ મહિલાને જે પાર્સલ મળ્યું તેમાં તેમણે મંગાવેલી ચીજોના બદલે જૂની સાડી મોકલી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાએ આ મામલે માંજલપુર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

વડોદરા, રવિવાર, 12 જાન્યુઆરી, 2020

ઓટીપી નંબર જાણી 29,999 કાઢી લીધા
વાઘોડિયા રોડ પર પ્રણવ બંગલોમાં રહેતા મિતેશ યોગેશભાઇ ભાવસારે પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 14 નવેમ્બરે બપોરના દોઢ કલાકના અરસામાં તેમને એક શખ્સે ફોન કર્યો હતો અને તેમના એસબીઆઇના ક્રેડિટ કાર્ડની વિગતોની પૂછપરછ કરી હતી. તમામ વિગતો જાણી લીધા બાદ વિશ્વાસમાં લઇને તેમની પાસેથી વેરિફિકેશન નંબરની જગ્યાએ ઓટીપી નંબર મેળવી લીધો હતો અને 19999 રૂપિયા તથા 10 હજાર મળીને 29999 રૂપિયા કાઢી લીધા હતા. પોલીસે તેમની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.

| 3
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો